તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપ, આપ કે કોંગ્રેસ? કોની જીતઃ સોમવારે પરિણામ
મોડી રાત્રે વિસાવદર બેઠકના ઇવીએમ, વીવીપેટ જુનાગઢ કૃષિ યુનિ. સ્ટ્રોંગ રૂમમાં કેદઃ સીસીટીવી, ત્રણ લેયરની સુરક્ષામાં રખાયા, સોમવારે મતગણતરી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૦: વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મોડીરાત્રીના ઈવીએમ,વિવીપેટને બંદોબસ્ત સાથે જીપીએસ લગાવેલા વાહનમાં જુનાગઢ કળષિ યુનિવર્સિટીના સ્ટ્રોંગરૂમમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ લેયરની સુરક્ષા અને સીસીટીવી નિરીક્ષણમાં રાખવામાં આવ્યા હતા.
ગુરુવારે વિસાવદર વિધાનસભા બેઠક પરના ૨૯૪ મતદાન મથક પર પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જેમાં ૫૬.૮૯ ટકા મતદાન નોંધાયું હતું અને આ સાથે ૧૬ ઉમેદવારોના રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ થયા હતા.
સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા બાદ મતદાન મથક પર સીલીંગ સહિતની કાર્યવાહી બાદ પોલીંગ સ્ટાફ વિસાવદરના માંડાવડ રીસીવિંગ સેન્ટર ખાતે ઇવીએમ લાવ્યા હતા.
દૂરના મતદાન મથકનો સ્ટાફ રીસીવિંગ સેન્ટર પર પહોંચ્યો ત્યાં જ રાત પડી ગઈ હતી. ઇવીએમ અને અન્ય ચૂંટણી સાહિત્ય વારાફરતી જમા કરાવ્યા બાદ કોલિંગ સ્ટાફ રવાના થયો હતો.
તમામ મથક પરથી ઇવીએમ, વિવીપેટ આવ્યા બાદ ઇવીએમ, વિવીપેટને મોડી રાત્રીના જીપીએસ ધરાવતા વાહનમાં બંદોબસ્ત સાથે જૂનાગઢ કળષિ યુનિવર્સિટીમાં આવેલી કળષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે તૈયાર કરેલા સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં સીસીટીવી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસ અને પેરામીલીટરીના જવાનોનો ત્રણ લેયરનો બંદોબસ્ત રાખવામાં આવશે. હવે તા. ૨૩ના સવારે આ સ્ટ્રોંગરૂમ મતગણતરી કરવામાં આવશે. (રર.૪)
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
