<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

બોગસ બિલ રજુ કરી જૂની માછીમારી બોટનું રજીસ્‍ટ્રેશન, કોલ લાયસન્‍સ મેળવવા આચરેલ અંદાજીત ત્રણ કરોડના કોૈભાંડનો પર્દાફાશઃ ઓખા પંથકમાં ૧૧ શખ્‍સોની ધરપકડ

 

ખંભાળીયા તા.૨૦: ગઇ તારીખ.૧૩, ૧૪/૦૬/૨૦૨૫ ના ઇન્‍સપેક્‍ટર, સ્‍પેશ્‍યલ ઓપરેશન ગળપ, દ્વારકાનાઓની સુચના મુજબ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રાજેન્‍દ્રસિંહ મોતીભા જાડેજાની સાથે પોલીસ હેડ કોન્‍સ. કિશોરસિંહ ભગુભા જાડેજા, નિર્મલભાઈ ભરતભાઈ આંબલીયા તથા પોલીસ કોન્‍સ. પ્રકાશકુમાર ખીમજીભાઇ દવે તથા એ.એસ.આઇ. લખમણભાઈ કરશનભાઈ આંબલીયા ઓખા મરીન પોલીસ સ્‍ટેશન હદ વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હકીકત મળેલ કે, ઓખામાં આવેલ આર. કે. બંદર ખાતે માછીમારી બોટોના ફિશરીઝ વિભાગને લગત કામ કરતા ખાનગી એજન્‍ટો નં. (૧) ‘રેહમત ફિશીંગ કન્‍સ્‍લટીંગ' નામની ઓફીસ ધરાવતો શાફીન સબિરભાઈ ભટ્ટી રહે. ઓખા, ગાંધી નગરી,  તથા નં. (૨) ‘‘રામદૂત ઝેરોક્ષ'' નામની ઓફીસ ધરાવતો સુનિલ મનસુખભાઈ નિમાવત, રહે. ઓખા, નવી નગરી, અલગ અલગ માછીમારી બોટ માલીકો સાથે મળી જુની માછીમારી બોટ અથવા બીલ વગર ખરીદાયેલ માછીમારી બોટના તથા એન્‍જીન ખરીદીના બનાવટી બિલો બનાવી, ખોટા સોગંદનામાઓ ઉભા કરી ગેસ્‍કાયદે જુની માછીમારી બોટના નવા કોલ, લાયસન્‍સ કાઢી આપી કરોડોનુ કૌભાંડ કરે છે.

આમ હકીકત આધારે બન્ને ઇસમો પોતાની ઓફીસ ખાતે હાજર હોય તેને સાથે રાખી ઓફીસની તપાસ કરતા નવી માછીમારી બોટના રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા અંગેના શંકાસ્‍પદ કોલ, લાયસન્‍સ તથા બોટ, એન્‍જીન ખરીદી અંગેના શંકાસ્‍પદ બનાવટી બિલો મળી આવેલ હતા જે અંગે કાયદેસરની કાર્યવાહી કરી મળી આવેલ તમામ ખરીદી બિલો તથા બોટના કોલ, લાયસન્‍સ કબ્‍જે કરવામાં આવેલ તેમજ સદહુ દસ્‍તાવેજો તથા બિલો અંગે પ્રાથમીક તપાસ કરતા તમામ બનાવટી બિલો આધારે ફિશરીઝ વિભાગમાં કુલ-૯૩ નવી માછીમારી બોટના રજીસ્‍ટ્રેશન થયેલ હોવાનુ જણાયેલ જેથી વધુ તપાસ થવા સારૂ ઉપરોકત બન્ને આરોપીઓ ગુન્‍હો દાખલ કરવામાં આવેલ. જે ગુન્‍હાની તપાસ હાથધરી બે એજન્‍ટ અને કુલ-૦૯ માછીમાર સહીત કુલ- ૧૧ આરોપીઓની ગુન્‍હાના કામે ધરપકડ કરવામાં આવેલ છે. આ કૌભાંડમાં આ સીવાય અન્‍ય વધુ બોટ માલીકો, એજન્‍ટો તેમજ અન્‍ય ઇસમોની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.

અટક કરવામાં આવેલ (૧) શાફીન સ.ઓફ સબિરભાઈ મોહમદભાઈ ભટ્ટી, ઉ.વ.૨૪, ધંધો.ફિશીંગ કન્‍સ્‍લટન્‍સી, રહે.ઓખા, ગાંધી નગરી, રામ મંદિર પાસે, (૨) સુનિલ સ.ઓફ મનસુખભાઈ ભગવાનદાસ નિમાવત, ઉં.વ.૪૨, ધંધો.ઝેરોક્ષ તથા ફિશીંગ કન્‍સ્‍લટન્‍સી, રહે.ઓખા, નવી નગરી, લહેરી માતા મંદિર પાસે,  (૩) હમીદ સ.ઓફ હુશેનભાઈ અલાયા સુંભણીયા, ઉ.વ.૪૧, ધંધો.માછીમાર, રહે.ઓખા, ભુંગા વિસ્‍તાર, ગાંધીનગરી,  (૪) આસિફ સ.ઓફ રજાકભાઈ હુશેન સુંભણીયા, ઉ.વ.૨૩, ધંધો.માછીમાર, રહે.ઓખા, ભુંગા વિસ્‍તાર, ગાંધીનગરી, (૫) રજાક સ.ઓફ હુશેનભાઇ અલાયાભાઈ સુંભણીયા, ઉં.વ.૪૪, ધંધો.માછીમાર, રહે.ઓખા, ભુંગા વિસ્‍તાર, ગાંધીનગરી,  (૬) રજાક સ.ઓફ હુશેનભાઇ દાઉદભાઇ સંઘાર, ઉ.વ.૩૪, ધંધો.માછીમાર, રહે.આરંભડા ગામ, ઇન્‍દીરા નગર, (૭) અલી સ.ઓફ મુસાભાઈ જુસાભાઈ સુંભણીયા, ઉ.વ.૪૫, ધંધો.માછીમાર, રહે.આરંભડા ગામ, ઇન્‍દીરા નગર,  (૮) હાજી સ.ઓફ ઇબ્રાહીમભાઈ જુમાભાઈ લૂચાણી, ઉ.વ.૫૧, ધંધો.માછીમારી, રહે.રૂપેણ બંદર, શાંતિનગર, દાતારી ચોક પાસે, વરવાળા ગામ, (૯) અસગર સ.ઓફ ઇબ્રાહીમભાઈ ઉમરભાઈ ભેસલીયા, ઉં.વ.૨૪, ધંધો. માછીમારી, રહે.રૂપેણ બંદર, છપરા બજાર, વરવાળા ગામ,  (૧૦) આસિફ સ.ઓફ હાસમભાઇ આમદભાઇ લુચાણી, ઉં.વ.૩૨, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, છપરા બજાર, વરવાળા ગામ, (૧૧) કાદર સ.ઓફ દાઉદભાઈ સુલેમાનભાઈ રાડીયા, ઉં.વ.૩૨, ધંધો.માછીમાર, રહે.રૂપેણ બંદર, નવી મસ્‍જીદ પાસે, વરવાળા ગામ, નો સમાવેશ થાય છે.(૨.૮)

(11:02 AM IST)