<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

જામ કંડોરણામાં વિદેશી દારૂ સાથે પકડાયેલ બુટલેગરને પાસા તળે જેલમાં ધકેલી દેવાયો

દારૂના ૭ ગુન્‍હામાં સંડોવાયેલ યશપાલસિંહ જાડેજાને રૂરલ ક્રાઇમ બ્રાંચે જામનગરથી દબોચી લઇ સુરત જેલમાં ધકેલી દીધો

રાજકોટ, તા., ર૦: જામકંડોરણા પાસે વિદેશી દારૂના જંગી જથ્‍થા સાથે પકડાયેલ અને દારૂના ૭ ગુન્‍હામાં સંડોવાયેલ જામનગરના બુટલેગરને રૂરલ એલસીબીએ પાસા તળે જેલમાં ધકેલી દીધો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા દારૂ જુગાર, શરીર સંબંધી ગુન્‍હાઓ, મિલ્‍કત સંબંધી ગુન્‍હાઓ, ગેરકાયદેસર ખનન તેમજ વારંવાર ગુન્‍હાઓ કરવાની ટેવવાળો ઇસમો વિરૂધ્‍ધ પાસા તળે કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જામકંડોરણા પો.સ્‍ટે. વિસ્‍તારમાં વિપુલ પ્રમાણમાં ગે.કા. ઇંગ્‍લીશ દારૂના કેસમાં પકડાયેલ આરોપી યશપાલસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૧) રહે. જામનગર મચ્‍છરનગર શેરી નં. ૪ ગંગેશ્વર મહાદેવ મંદીર પાસે રૂમ નં. ૩૩ તા.જી. જામનગરવાળા વિરૂધ્‍ધ રૂરલ ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્‍સ. એચ.સી.ગોહીલ એલસીબી રાજકોટ ગ્રામ દ્વારા પાસા પ્રપોઝલ તૈયાર કરી જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી રાજકોટ તરફ મોકલતા રાજકોટ જીલ્લાના મેજીસ્‍ટ્રેટ  પ્રભવ જોષી દ્વારા મજકુર ઇસમની પાસા મંજુર કરી મજકુર ઇસમને સુરત (લાજપોર) મધ્‍યસ્‍થ જેલ ખાતે મોકલી આપવા હુકમ કરતા યશપાલસિંહને જામનગર ખાતેથી દબોચી લઇ સુરત જેલમાં ધકેલી દેવાયો હતો.આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્‍ય એલસીબીના એએસઆઇ બાલકૃષ્‍ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, પો.હેડ કોન્‍સ. વિજયસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા, કૌશીકભાઇ જોષી, ભાવેશભાઇ મકવાણા તથા ડ્રા.પો.કોન્‍સ. અનિરૂધ્‍ધસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

(11:32 AM IST)