News of Friday, 20th June 2025
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫ ની થીમ ‘હરિત યોગ'(Green Yoga)
ભારતે શરૂ કરેલ યોગ, આજે ૧૯૦ દેશોના કરોડો લોકો માટે પ્રેરણારૂપ, યુવાનોમાં યોગથી, જીવનના પડકારોનો સામનો કરવાની શક્તિ

રાજકોટ, તા.૨૦: ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવથી થઈ હતી. પીએમ મોદીએ આ પ્રસ્તાવ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધન દરમિયાન મૂકયો હતો. આ પ્રસ્તાવને ઝડપથી વિશ્વભરના ૧૭૭ દેશોનું સમર્થન મળ્યું અને ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર ૨૦૧૪માં, ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવાનો ઠરાવ પાસ કર્યો હતો. પ્રથમ યોગ દિવસ ૨૧ જૂન ૨૦૧૫એ વિશ્વભરમાં ઉજવાયો હતો અને લાખો લોકોએ યોગ કરી તેની ઉજવણી કરી હતી.
વર્ષ ૨૦૨૫માં ‘હરિત યોગ' થીમ હેઠળ, યોગ અને પર્યાવરણ બંને માટે જાગળતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે. આ થીમ વ્યક્તિગત સ્વાસ્થ્ય અને ગ્રહના સ્વાસ્થ્ય-બન્નેને પોષણ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હરિત યોગ થીમ હેઠળ, યોગના વ્યકિતગત લાભો ઉપરાંત, પર્યાવરણ અને પળથ્વી માટે યોગના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
આ થીમ અંતર્ગત, સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો અને ૧૦ અનન્ય સિગ્નેચર ઇવેન્ટ્સનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જે યોગના વૈશ્વિક સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પડતા સકારાત્મક અસર અંગે જાગળતિ ફેલાવે છે.
યોગ દિવસ હવે આંતર્રાષ્ટ્રીય યોગ દિવસ બની ગયો છે, અત્યાર સુધી ૧૯૦થી વધુ દેશોમાં યોગ દિવસની ઉજવણી થાય છે, જેમાં અમેરિકાથી લઈને યુરોપ, એશિયા, અફ્રિકા અને ઓશનિયા સુધીના દેશો સામેલ છે, જેમાં મોટા શહેરોમાંથી લઈને ગામડાં સુધી અને વિવિધ દેશોમાં સરકારી અને ખાનગી સ્તરે વિશાળ કાર્યક્રમો યોજાય છે. આમાં કરોડો લોકો ભાગ લે છે અને યોગ ને તેમની જીવનશૈલીમાં સામેલ કરે છે. આયુષ મંત્રાલય દ્વારા યોગ સંગમ, યોગ બંધન, ગ્રીન યોગ અને યોગ મહાકુંભ જેવા ૧૦ વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ભારત અને વિશ્વભરમાં અનેક ખાસ કાર્યક્રમો યોજાય રહ્યા છે. યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વના અનેક દેશોમાં ભારતીય દૂતાવાસો, સંસ્કળતિ કેન્દ્રો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા પણ કરવામાં આવી રહી છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૨૧ જૂન, ૨૦૨૫ના રોજ વિશાખાપટ્ટનમમાં મુખ્ય રાષ્ટ્રીય યોગ કાર્યક્રમમાં હાજરી આપશે. અહીં વિશાળ સ્તરે યોગ સત્ર યોજાશે અને વિશ્વ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ પણ થશે. ગુજરાતમાં ૧૧ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સવારે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન મેગા યોગ શિબિરનું આયોજન કરવામાં આવશે, જેમાં ૧૦,૦૦૦થી વધુ યોગપ્રેમીઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહેશે.
ગુજરાત રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી યોજાશે. રાજ્યના વિવિધ શહેરો, તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં પણ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાનો માટે યોગ પ્રેરણાદાયક બની શકે છે. યુવાનો માટે યોગ માત્ર શારીરિક કસરત નથી, પણ જીવનશૈલીમાં સુધારો, આત્મવિશ્વાસ અને માનસિક શક્તિ વધારવાનો માર્ગ છે. (રર.ર)
બાબુભાઇ મેનપરા
નિવળત્ત BSNL અધિકારી
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
