<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

પોરબંદરઃ રાણાવાવમાં પરાણે પ્રેમ સંબંધના કારણે ધમકીના ગુનામાં આરોપીના જામીન મંજુર,

પોરબંદર તા.૨૦: રાણાવાવમાં જબરદસ્‍તીથી પ્રેમ સબંધ રાખવાની માંગણી કરવાના તથા ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્‍હામાં અદાલતને આરોપીને જામીન મુક્‍ત કરવાનો હુકમ કર્યો હતો.

અત્રે પ્રાપ્ત વિગત મુજબ આ કામના ફરીયાદી મહીલાએ રાણાવાવ પોલિસ સ્‍ટેશનમાં એ મુજબની ફરીયાદ જાહેર કરેલી હતી કે, પોતાની સગીર વયની દિકરી જે બે વર્ષ પહેલા ઘોરણ - ૧૦ માં અભ્‍યાસ કરવા માટે પોરબંદર આવતી હોય ત્‍યારે પોરબંદર ખાતે રહેતો સુભાષ વિરમભાઈ રાણાવાયા નામનો યુવક પાછળ પડી ગયેલ હોય અને ભોગ બનનારને ઙ્કેમ સબંધ રાખવા દબાણ કરતો હોય, જેથી કંટાડી જઈ પોતાની ભોગ બનનાર દિકરીને પોતાની રાણાવાવ રહેતી નણંદના ઘરે રહેવા માટે મુકી આવેલ. ત્‍યારબાદ તા.૦૮/૦૬/૨૦૨૫ ના રાત્રીના સમયે આરોપી સુભાષ વિરમભાઈ રાણાવાયા, રાણાવાવ ખાતે ફરીયાદીની નણંદના ઘરે કે જયાં ભોગ બનનારા રહેતાં હોય, ત્‍યાં ડેલી ઠેકી બધા જાગી ગયેલા હતા ત્‍યારે આરોપીએ ભોગ બનનારને કહેલ કે, જો તું મારી સાથે પ્રેમ સબંધ નહિ રાખે તો હું તને જાનથી મારી નાખીશ. તેમ કહી આરોપી ત્‍યાંથી જતો રહેલ.

ત્‍યારબાદ થોડી વારમાં ભોગ બનનારે આરોપીની બીકથી એસીડ પી લેતાં હોસ્‍પીટલમાં દાખલ કરેલ હતી. જે અંગેની વિગતવારની ફરીયાદ રાણાવાવ પોલિસ સ્‍ટેશનમાં જાહેર કરતાં રાણાવાવ પોલિસ દ્વારા બી.એન.એસ.ની કલમ - ૭૫(૨), ૭૮(૨),૩૫૧(૩), ૩૨૯(૩) તથા પોકસો એકટની કલમ - ૧૨ મુજબનો ગુન્‍હો નોંધી આરોપીને અટક કરી નામ. કોર્ટમાં રજૂ રાખતાં કોર્ટ દ્વારા આરોપીને જયુડી. કસ્‍ટડીમાં મોકલી આપવામાં આવેલ હતો.

ત્‍યારબાદ બન્ને પક્ષોની દલીલો સાંભળ્‍યા બાદ નામ. સ્‍પે. પોકસો કોર્ટ દ્વારા આરોપીના વકીલશ્રી દ્વારા કરવામાં આવેલી દલીલો ધ્‍યાને લઈ આરોપી સુભાષ વિરમભાઈ રાણાવાયાને જામીન મુક્‍ત કરવાનો હુકમ જાહેર કરેલો હતો.

આ કામમાં આરોપી પક્ષે પોરબંદરના વિદ્વાન વકીલશ્રી જે.પી.ગોહેલ સાહેબની ઓફીસ તરફથી એમ.જી.શિંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી, વી.જી.પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જીજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા, પંકજ બી. પરમાર તથા રીનાબેન ખુંટી રોકાયેલા હતા.(૩૮.૨૪)

(2:01 PM IST)