<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

પોરબંદરવાસીઓને રર જુન ૧૯૮૩ના ફલડની યાદ આજે પણ ધ્રુજાવે છે

૪ર વર્ષ પહેલા પોરબંદરમાં ફલ્‍ડથી અઠવાડીયા સુધી જનજીવન થંભી ગયું હતું : એકધારો ર૪ ઇંચ મુશળધાર વરસાદથી લોકોની નજર સમયે પ્રલય જેવી સ્‍થિતિ સર્જાયેલીઃ તે સમયે મોસમનો કુલ ૧પ૦ ઇંચ વરસાદ નોંધાયો હતોઃ શહેરમાં હોડી તરાવીને લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્‍તુઓ સેવાભાવીઓએ પહોંચાડી હતી : કોઇને કલ્‍પના પણ ન હતી કે તા. રર જુન ૧૯૮૩ નો દિવસ અને રાત્રી પ્રલયકારી બની રહેશે. તા. રર જુન ૧૯૮૩ અને બીજે દિવસે તા. ર૩ જુન ૧૯૮૩ ના મધ્‍યાહન સુધી એકધારો ગાજવીજ પવન સાથે તોફાની પ્રલયકારી વરસાદ વરસતો રહયો હતો. ઘેડ વિસ્‍તારની લોકમાતાઓ ભાદર-ઓઝત-મધુવંતી મિણસર ઉપરવાસમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ-પ્રલયકારી બની રહેશે તેવો ભય ઉભો થયો હતો અને ચારે તરફ ફરી વળે તે પાણી ગોસાથી મોકરના રણમાં પ્રવેશી રાણાકંડોણા, ભેણસાર નદીમાં પ્રવેશી. રાણાવાવ ધીર પીપળીયા, વનાણા, રાંધવાવ રતનપર નજીક છાયા અસ્‍માવની નદીમાં પ્રવેશી કર્લી ખાડામાં પ્રવેશી અરબી સમુદ્રના પોરબંદર સુભાષનગર (સામાકાંઠા) વચ્‍ચેથી ખાડી પાસે અસ્‍માવતી નદીમાં પ્રવેશી સમુદ્રમાં જઇ પરત ફરી વાયા આ પાણી કર્લી જયુબેલી શરૂ થઇ ધીમે ધીમે રાત્રીના ૮ વાગે શહેરમાં આગળ વધતાં બજારો ટપોટપ બંધ થવા લાગી મધ્‍યરાત્રીના શહેરના નીચાણા વાળા વિસ્‍તારોમાં પાણી ૬ ઇંચથી લઇ આશરે સાત ફુટ કે તેથી વધુ ફરી વળ્‍યા હતાં.

ફાઇલ તસ્‍વીરઃ આદિત્‍ય ચંદ્રેશભાઇ પારેખ-પોરબંદર (૪.૨૧)

પોરબંદર, તા. , ર૦:  વરસમાં ત્રણ દિવસ એવા છે કે ત્‍યારે પોરબંદરના નાગરીકોને સ્‍મૃતિ થતા રોમાંચિત બની જાય છે. નબળી વિચારસરણી હ્‍દય ધરાવતા નાગરીકો દિગ્‍મુઢ બનતા ધ્રુજારી અનુભવે છે.

રર જુન ૧૯૮૩ની ફલ્‍ડ ઉપરાંત અન્‍ય એક સ્‍મૃતિમાં ઓકટોબરની અંદાજીત તા.રપ મી તારીખ રોમાંચીત બનાવી દયે છે. આ તારીખે સને ૧૯૭પની સાલમાં ટોરેન્‍ટો નામનુ વાવાઝોડુ ફુંકાયેલ. અરબી સમુદ્રે માજા મુકી તેના ઉછળતા મોજા બ્રેક વોટર સાથે ભટકાય યાને પછડાય તેના મોજાના ઉચ્‍છળતા પાણી પોરબંદર શહેરમાં ઘુસી ગયેલ. ચોપાટી આરસીસી રસ્‍તો ઉખેડી નાખેલ. જુની સ્‍મશાન સ્‍વસ્‍તીક હોલ અને વચ્‍ચે રાજમાર્ગ કસ્‍તુરબા ગાંધી રોડ, કિર્તી મંદીર, સાઉથ બંદર રોડ યાને શીતળા ચોક, વિરડી પ્‍લોટ નીચાણવાળો વિસ્‍તાર વગેરેમાં પ્રસરી ગયેલ. નુકશાનીનો અંદાજ કાઢવો મુશ્‍કેલ હતો. વિજ પુરવઠો આઠ દિવસ સુધી ગુમ થયેલ. વર્તમાન પ૦ પચાસ વર્ષ પુર્ણતાના આરે પહોંચેલ છે.

સને ૧૯૭પ ટોરન્‍ટો વાવાઝોડામાં પોરબંદર અરબી  સમુદ્રમાં જેટ્ટી પર લાંગરેલ સ્‍ટીમર તેના બંધન તોડી ઢસડાઇ જુના સ્‍મશાન પાસે બંદર પોલીસ ચોકી પાછળ કિનારે આવી ગયેલ. પવનની ઝડપ એટલી  કે સ્‍ટીમરમાં પવનગતી માપવા રખાયેલ ઘડીયાલ સુધાના કાંટા થંભી ગયા. તે ભયંકરતામાંથી પણ પોરબંદર શહેર આબાદ હેમખેમ રહયું. નુકશાની થઇ હતી. પરંતુ અંદાજ જાણી શકાયેલ નથી. વહીવટી તંત્ર ઉંઘતુ જ ઝડપાયેલ.

પોરબંદર શહેર-અરબી સમુદ્ર સાયકલોનગ્રસ્‍ત વિધિસર જાહેર થયો અને સંવેદનશીલની વ્‍યાખ્‍યામાં છે. ત્‍યાર બાદ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ આવ્‍યું. પવનની ગતી માપક સામગ્રી જુની કોર્ટ યાને હજુર કોર્ટમાં બેસતી. મામલતદાર કચેરી નાયબ કલેકટર હજુર ઓફીસ કચેરીમાં કાર્યરત બની. આ દિવસનો વિસ્‍મૃતિ થતી ગઇ જો કે જુની પેઢી ભુલી નથી. વર્તમાન અને પુર્વ સને ૧૯૭પ પછી જન્‍મ લેનારને ખ્‍યાલ ન આવે અને ઉંડાણથી રસ પણ ધરાવતા નથી. ડીઝાસ્‍ટર કચેરી પાસે પુર્ણ આંકડાકીય માહીતી ભુગોળની ગતિવિધિ અક્ષાંશ-રેખાંશ પવનગતી દર્શાવતો નકશો કે અન્‍ય સાધનો માટે ? પોરબંદર એરપોર્ટ હવામાન કચેરી પાસે પણ જરૂરત પુરતા યંત્રો હતા. છતા જીલ્લા પ્રશાસને તેના પર આધાર રાખવો પડે છે. આજ વર્તમાન પણ તે સ્‍થિતિ છે. એરપોર્ટ કચેરી પાસે અત્‍યંત આધુનિક રડાર સહીત સામગ્રી ઉપલબ્‍ધ છે. ક્રમશઃ ક્રમશઃ સુવિધા વધી રહી છે.

રર જુન ૧૯૮૩ ખાડીના પાણી બપોરના બે વાગ્‍યા ઘુસવાની શરૂઆત થઇ અસ્‍મિવતી નદી સંગમ ઘાટ અરબી સમુદ્ર પાણી સંગ્રહવા ઇનકાર કર્યો જેના કારણે પાણી જવેરી બંગલા, છાયા વિસ્‍તાર, બીરલા ચેક ડેમ ઓકટ્રોઇ નાકાથી શહેરમાં પાણી ઘુસવા માંડયા વહીવટી તંત્રની પોલ ખુલી ચેતવણી છતાં ગંભીરતાની નોંધ લીધી નહી. નગરપાલિકા નીચે એમ.જી. રોડ માણેક ચોક સુધી પાણી પહોંચ્‍યા છતાં સરકારી તંત્રએ ધ્‍યાન નો આપ્‍યું સમસ્‍ત ખારવા સમાજ સ્‍વયંભુ આગળ આવીને હોળીઓ તરાવીને લોકોને બચાવ્‍યા.

સને ૧૯૮૩ની રર મી જુન મુશળધાર વરસાદ ર૪ કલાકથી નોનસ્‍ટોપ સરેરાશ ર૪ ઇંચ ગાજવીજ તોફાની વરસાદ સાથે વરસી ગયો. મોસમનો કુલ વરસાદ ૧પ૦ ઇંચ આસપાસ નોંધાયો હતો. પવનનું જોર પણ સાથે રહયું હતું.

તા. ૨૨-જુન ૧૯૯૩ ની એકઝલક- ભોૈગોલિક પરિસ્‍થિતિ પહેલા એક ખાસ ઉલ્લેખનીય છે કે સને ૧૯૪૬ જેઠસુદ-૧૧- અગીયારસ  છે તેની આસપાસ પોરબંદર શહેરમાં બપોરના ૨-૦૦ બે વાગ્‍યા પછી એકાએક અનારા ધારવરસાદ શરૂ થયેલ ને સમયે પોરબંદર શહેર વિકસીત થઇ રહેલ. મુખ્‍ય બજારો સહિત મેટલ રોડ હતા પાણી નિકાલ માટે એમ.જી.રોડ મદ્રેસા સામે હજુરકોર્ટની બાહય  પ્‍લાઝા ટોકીઝ ક્રોસલાઇન ગોપનાથ પ્‍લાટો રામશાસ્‍ત્ર વિકાસગૃહ સુદામાપાર્ક ખાડ-તળપદ કન્‍યાશાળા ચારે તરફ હજુરકોર્ટ લીથળા મિડલ સ્‍કુલ જુની પોલીસ લાઇન મહાપ્રભુજી બેઠક રોડ દ્વારા આંબલીયાગદ્‌ર ખોજાવાડ, રામટેકીર, પાછળ સરદાર પટે રોડ ક્રોસ કોળીવાડ ઠક્કર પ્‍લોટ, કુંભારવાડા, વિરડીપ્‍લોટ વિગેરે વિસ્‍તાર વ્‍યવસ્‍થા હતી. પાણી ભરાતા મેટલ રોડ હોવાના કારણે પાણી જમીનમાં ઉતરી જાવું કયાંક કયાંક સાંકડી શેરી રોડ વરસાદ પછી કાદવ જામતો તેને ઢસડી ઉપાડવામાં આવતો આકરા સૂરતિપમાં રોડ ફસાઇ જતા વાણીયા વાડમાં પણ પાણી પ્‍લાટની ગટર બનાવેલ છે.

કોઇને કલ્‍પના પણ ન હતી કે તા. રર જુન ૧૯૮૩ નો દિવસ અને રાત્રી પ્રલયકારી બની રહેશે. તા. રર જુન ૧૯૮૩ તા. ર૩ જુન ૧૯૮૩ ના મધ્‍યામ સભ્‍ય સુધી એકધારો ગાજવીજ પવન સાથે તોફાની પ્રલાયકારી વરસાદ વરસી રહેશે. ઘેડ વિસ્‍તારની લોકમાતાઓ ભાદર-ઓઝત-મધુવંતી મિણસર ઉપરવાસમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ-પ્રલયહારી બની રહેશે. અને ચારે તરફ ફરી વળે તે પાણી ગોસાથી મોકરના રણમાં પ્રવેશ રાણાકંડોણા, મીણસાર નદીમાં પ્રવેશી પાછલે રહેશે. રાણાવાવ ધીર પીપળીયા, વનાણા, રાંધવાવ રતનપર નજીક છાયા અસ્‍માવતી નદીમાં પ્રવેશી કર્લી ખાડામાં પ્રવેશ અરબી સમુદ્રના પોરબંદર સુભાષનગર (સામાકાંઠા) વચ્‍ચેથી ખાડી પાસે અસ્‍માવતી નદીમાં પ્રવેશી સમુદ્રમાં જઇ પરત ફરી વાયા આ પાણી કર્લી જયુબેલી શરૂ થઇ ધીમે ધીમે રાત્રીના ૮ વાગે શહેરમાં આગળ વધતાં બજારો ટપોટપ બંધ થવા લાગી મધ્‍ય રાત્રીના તો શહેરના નીચાણા વાળા વિસ્‍તારોમાં પાણી ૬ ઇંચથી લઇ આશરે સાત ફુટ કે તેથી વધુ ફરી વળ્‍યા હતાં.

નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાતા મુશ્‍કેલી વધી સરકારી તંત્ર વામળુ પુરવાર થઇ ગયું ખુદ મામલદતર કચેરી, કોર્ટ સહિત પાણીમાં ગરકાવ પાંચ થી છ ફુટ ઘુસયા તમામ નીચાણવાળી કચેરીના ઓફીસ રૂમમાં દોઢ થી અઢી ફુટ જેટલા પાણી ભરાણા સરકારી અગત્‍યના રેકર્ડને નુકશાની પહોંચી વેપારી બંધ દુકાનમાં પાણી તડયારૂકત ઘુસી જતાં બે થી ત્રણ દિવસ વેપારીને દુકાન ખોલવામાં મુશ્‍કેલી પડી. અનાજ-કાપડ વિગેરે પલળી ગયા, અનાજ ગંધાય ઉઠતાં નાશ કરવો પડયો. વેપારીઓને નુકશાન થયું. ખારવા સમાજ યુવકો સ્‍વૈચ્‍છીક રીતે મદદે આવ્‍યા. છાયામાં પણ જળ બંબારાટ બન્‍યું. સરકારી મધ્‍યની આસપાસ પર રહેદવાને સ્‍વૈચ્‍છીક દાતા આગલ આવ્‍યા.

જનજીવન થાળે પડવા લાગતાં ધીમે ધીમે સરકારી અધિકારીઓ મંત્રીશ્રીઓ પોરબંદરની મુલાકાતે આવવા લાગ્‍યા વી. આઇ. પી. ગુજરાતમાંથી મુખ્‍યમંત્રી અને  વડાપ્રધાનશ્રીએ  હવાઇ નિરીક્ષણ કર્યુ. આ સમયે પાણી નિકાલની સમસ્‍યા કોરી ખાતી હતી. તે સ્‍થળે પૂર્વ સાંસદ  ભરતભાઇ ઓડેદરાએ કેન્‍દ્રમાંથી સહાય મેળવી છાંયા નવાપરામાં નહેર ખાડીમાં પણ પાણી નિકાલ માટે કસરત કરવી પડે છે. ખુબ પૂર્વ સાંસદ પાણીમાં ઉભી દિવસો સુધી પાણીનો નિકાલ કરાવ્‍યે.

વર્તમાન સ્‍થિતિએ પાણી નિકાલના તમામ  માર્ગો શોર્ષ બંધ થઇ ગયા છે. અને બુરાય ગયા છે. ભૂમાફીયા વી. આઇ. વી. અધિકારીની સાંઠગાંઠ પોરબંદરનું ભાવિ ડૂબમાં રાખી દીધુ છે. અનેક ભૌગોલિક પુરાવા સાથે પાણી નિકાલ માટે સમસ્‍યા રજૂ કરી પરંતુ સત્‍યની અવગણના થાય છે.

હેમેન્દ્રકુમાર પારેખ

પોરબંદર

(12:28 PM IST)