તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
સાયલાના સાયપરની હોસ્ટેલમાં ધો-૧૨ના છાત્રને બીજા છાત્રએ પેટમાં છરી ભોંકી દીધી
ત્રણ વર્ષથી ભણતાંમોરસલ ગામના સંદિપે જમવાનું પીરસતી વખતે થાળીમાં ઓછુ ભોજન દીધાનો વ્હેમ રાખી નવું એડમીશન લેનારે હુમલો કર્યો

રાજકોટ તા. ૨૦: સાયલાના સાયપર ગામે આવેલી હોસ્ટેલમાં રહી ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં મુળ સાયલાના મોરસલ ગામના છાત્રને હાલમાં જ નવું એડમીશન લેનારા એક છાત્રએ પેટમાં છરી ભોંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. નવું એડમીશન લેનારા છાત્રને જમતી વખતે થાળીમાં ઓછુ ભોજન પીરસાયું હોવાનો વ્હેમ રાખી તેણે આ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.
જાણવા મળ્યા મુજબ સાયલાના સાયપરમાં આવેલી કુમાર છાત્રાયલમાં રહી ત્યાં જ ધોરણ-૧૨માં અભ્યાસ કરતો સંદિપ જેન્તીભાઇ ડાભી (ઉ.વ.૧૮) બપોરે એકાદ વાગ્યે હોસ્ટેલ ખાતે હતો ત્યારે એક વિદ્યાર્થીએ તેને પેટમાં છરીનો ઘા મારી દેતાં દેકારો મચી ગયો હતો. સંદિપ લોહીલુહાણ થઇ પડી જતાં હુમલો કરનાર શખ્સ ભાગી ગયો હતો. બનાવને પગલે બીજા છાત્રો સહિતના એકઠા થઇ ગયા હતાં. સંદિપને સાયલા સારવાર માટે ખસેડાયો હતો. તેના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ પહોંચ્યા હતાં. પેટમાં ગંભીર ઇજા હોઇ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સંદિપ બે ભાઇમાં નાનો છે અને તેના પિતા ખેત મજૂરી કરે છે. સંદિપ મુળ સાયલાના મોરસલ ગામનો વતની છે. તેના સગાએ કહ્યું હતું કે સંદિપ સહિતના સિનીયર છાત્રોને મેસમાં ભોજન પીરસવાનું કામ સોંપાયુ હતું. ગઇકાલે જમતી વખતે નવુ એડમીશન લેનારા રૂપાવટી ગામના છાત્રને એવુ લાગ્યું હતું કે તેને સંદિપે થાળીમાં જાણી જોઇને ઓછુ ભોજન પીરસ્યું છે. આ બાબતે તેણે ખાર રાખી સંદિપ પર હુમલો કરી પેટમાં છરી મારી દીધી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં સાયલા પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
