<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વાદળછાંયા વાતાવરણ વચ્‍ચે વરસતા હળવા-ભારે ઝાપટા : પવનના સુસવાટા

સાર્વત્રિત વરસાદની રાહઃ ચોમાસાના સમયસર આગમનથી વ્‍યાપક વરસાદની આશા

રાજકોટ, તા., ર૦: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં મિશ્ર વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે હળવા-ભારે ઝાપટા વરસી જાય છે. અને પવનના સુસવાટા યથાવત છે.

છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ ઝાપટા રૂપે કોઇ જગ્‍યાએ વરસાદ વરસી જાય છે.

વાદળછાંયુ વાતાવરણ યથાવત રહેતા હવે સાર્વત્રીક વરસાદ વરસે તેવી સૌ  કોઇ રાહ જોઇ રહયા છે.

ચોમાસાના સમયસર આગમનથી વ્‍યાપક વરસાદની આશા છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૮.૬, મહતમ તાપમાન ૩૩.૮, ભેજનુ પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતી ૧૭.૮ કી.મી. રહી હતી. 

(1:37 PM IST)