તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
જામનગરમાં ખોડલ માઁ પધાર્યા : શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત માઁ ખોડલની શોભાયાત્રાનો થયો પ્રારંભ
શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડ સંચાલિત ‘કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ'ના લાભાર્થે આયોજિતઃ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક અગ્રણી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણાં કર્યા

મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૦: શ્રી ખોડલધામ ટ્રસ્ટપ્ર કાગવડ સંચાલિત ‘કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ'ના લાભાર્થે આજે જામનગર શહેરમાં માઁ ખોડલની શોભાયાત્રાનો શુભારંભ થયો છે. આ શોભાયાત્રામાં ખાસ રથ જામનગર આવી પહોંચ્યા છે. એક રથ માઁ ખોડલને સમર્પિત છે, જયારે બીજો રથ કેન્સર હોસ્પિટલની થીમ પર આધારિત છે.
આ બન્ને રથ અત્યંત આકર્ષક રીતે સજ્જ કરવામાં આવ્યા છે અને તેમાં ખોડલ માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જે માતાજીના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. આ શોભાયાત્રાનો મુખ્ય હેતુ શ્રી ખોડિયાર માતાજીની આરાધના કરવાનો અને સમાજમાં એકતા અને સદભાવનાનું વાતાવરણ ઊભું કરવાનો છે.
આજે સવારે ૯.૦૦ કલાકે પટેલ નગરીમાં આવેલા રત્નેશ્વર મહાદેવ મંદિરથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો છે. આ શોભાયાત્રા વોર્ડ નંબર ૧૫ ના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયો હતો. સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પટેલ નગરી, ઋષિ બંગલો (અંડર બ્રિજપાસે, મહાદેવ મંદિર), ઓસવાળ ૪ (ચોકમાં), ઓસવાળ -૨ ઓસવાળ પ્ર૪ (ચોકમાં), ઓસવાળ - ૩ (કોમન પ્લોટ વાળો ચોક), શિવમ સોસાયટી (મહાદેવ મંદિર), સરસ્વતી સોસાયટી (ચોકમાં), કેવલિયા વાડી (મેઈનગેટ પછીનો ચોક), ગોકુલધામ સોસાયટી (મેઇન ચોક), મહાવીર પાર્ક, મેહુલ નગર (કોમન પ્લોટ વાળો ચોક), શિવમ પાર્ક, પ્રગતિ પાર્ક (કોમન પ્લોટ વાળો ચોક), જય સોસાયટી, પ્રવીણ દાઢીની વાડી (રામકળષ્ણ સોસાયટી શેરી નં. ૬), રોઝી પાર્ક, કળષ્ણનગર (રામાયણ પાન), કળષ્ણનગર (શેરી નં. ૩, પીપળાવાળો ચોક), કળષ્ણનગર શેરી નં.૪, આઝાદ ચોક), શાંતિનગર (મનસુખભાઈ મૂંગરા વાળો ચોક), જનતા સોસાયટી (મેઘજીભાઈ કોઠીયા વાળો ચોક) પાસે પૂર્ણ થશે.
આ શોભાયાત્રામાં રાજકીય અને સામાજિક મહાનુભાવો પૈકીના ધારાસભ્ય, મેયર, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી, શ્રી ખોડલધામ ટ્રસ્ટપ્રકાગવડના ટ્રસ્ટીશ્રીઓ તથા જામનગર જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહીને માતાજીના વધામણા કર્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં માતાજીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ શોભાયાત્રા દરમિયાન ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભજન, કીર્તન અને ગરબાનો સમાવેશ થાય છે. આ શોભાયાત્રા દ્વારા સમાજમાં એકતા અને ભાઈચારો વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
