તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
કાલે મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા ઉપરકોટ ખાતે યોગ દિવસની ઉજવણી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી અંતર્ગત વોર્ડ નં.૧ થી ૧૫માં વિવિધ જગ્યાએ યોગ કાર્યક્રમઃ વિવિધ ૬ પી.એચ.સી. સેન્ટર ખાતે યોગ કાર્યક્રમ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૦: ૨૧મી જુન - ૨૦૨૫ ના રોજ મહાનગર પાલિકા, જિલ્લા, તાલુકા, નગરપાલિકા, ગ્રામ્ય વોર્ડ, શાળા, કોલેજ અન્ય સંસ્થાઓ વગેરે કેન્દ્રો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી કરવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે અંતર્ગત મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા તા. ૨૧/૦૬/૨૦૨૫ના રોજ મુખ્ય કાર્યક્રમ ઉપરકોટ ખાતે સમય સવારે- ૦૫:૩૦ કલાકે તેમજ શહેરમાં વોર્ડ નં. ૧ થી ૧૫ માં તેમજ ૬ (છ) પી.એચ.સી. સેન્ટરમાં યોગ કાર્યક્રમ થનાર છે. જેની માહિતી નીચે મુજબ છે.
વોર્ડ નં. ૧ પી.એચ.સી. સેન્ટર, સ્વામી નારાયણ સોસાયટી પાસે દોલતપરા, વોર્ડ નં. ૬ પી. એચ. સી. સેન્ટર, શાંતેશ્વર નગર રોડ, જોશીપુરા, વોર્ડ નં. ૯ પી. એચ. સી. સેન્ટર ગણેશ નગર, ગેંડા અગર રોડ, વોર્ડ નં. ૧ર પી. એચ. સી. સેન્ટર, ઝોનલ ઓફીસ ટીંબાવાડી, વોર્ડ નં. ૧૪ પી. એચ. સી. સેન્ટર, સિંધી સોસાયટી પાસે ગાંધીગ્રામ, વોર્ડ નં. ૧પ પી. એચ. સી. સેન્ટર, આંબેડકર નગર, વોર્ડ નં. ૧ જ્ઞાન બાગ ગુરુકુલ, રાજકોટ રોડ, વોર્ડ નં. ર ક્રિષ્ના ર્બોડિંગ સ્કૂલ, ખોડિયાર મંદિર પાછળ, વોર્ડ નં. ૩ ડો. સુભાષ કન્યા વિદ્યાલય,ખામધ્રોળ રોડ, વોર્ડ નં. ૪ માતળશ્રી એમજી ભુવા કન્યા વિદ્યાલય, સરદાર પરા, વોર્ડ નં. પ મહાત્મા ગાંધી ર્નસિંગ કોલેજ, ઝાંઝરડા રોડ, વોર્ડ નં. ૬ જીનીયસ સ્કુલ,ખલીલ પુર રોડ, વોર્ડ નં.૭ નોબલ હાઇસ્કુલ, ગિરિરાજ મેન રોડ, વોર્ડ નં.૮ કન્યા શાળા, ચિંતાખાના ચોક, વોર્ડ નં.૯ કન્યા શાળા નંબર ૪, ગિરનાર રોડ, વોર્ડ નં.૧૦ સરકારી ગર્લ્સ હાઇસ્કુલ, આઝાદ ચોક, વોર્ડ નં. ૧૧ આલ્ફા હાઈસ્કૂલ-૩, મોતીબાગ રોડ, વોર્ડ નં.૧૨ ટીંબાવાડી પ્રાથમિક શાળા, પાણીના ટાંકા પાસે, વોર્ડ નં. ૧૩ શ્રીમતી એન બી કાંબલીયા કન્યા વિદ્યાલય, મોતીબાગ રોડ, વોર્ડ નં.૧૪ આર.એસ. કાલરીયા હાઈસ્કુલ કોલેજ રોડ, વોર્ડ નં.૧૫ લીરબાઈ પરા, પ્રાથમિક શાળા.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
