તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
વિસાવદરની બેઠક પર કોણ જીતશે..? છાતી ઠોકીને કઈ શકે તેવી સ્થિતિમાં કોઈ નથી..!!
ભાજપ-આપ વચ્ચે કાંટે કી ટક્કર : લાખોની શરતો લાગી : કોંગ્રેસ કઈ પ્રકારનો અપસેટ સર્જે તેના પર પરિણામનો આધાર : ધુરંધરોની રાજકીય કારકિર્દી કસોટીની એરણે : અવનવી ચર્ચાઓ : તર્કબદ્ધ દલિલો : ચોરે ચોટે વ્યાપક ચર્ચાઓ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૦: સમગ્ર ગુજરાતમાં ધ્યાનાકર્ષક બનેલી વિસાવદર વિધાનસભાની ચૂટણીનુ મતદાન પૂર્ણ થયુ છે. સોમવારે મતગણતરી છે ત્યારે અવનવી ચર્ચાઓએ જોર પકડયુ છે. બોગસ વોટિંગ મુદ્દે બબાલ, પોલીસ સાથે ઘર્ષણ વચ્ચે વિસાવદરમાં ૫૬.૮૯ ટકા નોંધાયુ છે. ર૦રરની સાપેક્ષમાં મતદાનની ટકાવારી ૦.૩ ટકા વધી, સરેરાશ ૫૬.૫૯ ટકા મતદાન વિસાવદરની પેટા ચૂંટણી લડતા ૧૬ ઉમેદવારોનું ભાવી વોટિંગ મશીનોમાં કેદ થયા છે. સોમવારે પરિણામ જાહેર થશે.
ગઈકાલે મતદાન બાદ ઈવીએમ, વીવીપેટ સીલ કરવાની પ્રક્રિયાનું રેકોર્ડીંગ કરી ઈલેકશનની સામગ્રી-સુપરત કરવાની કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરાઈ છે. કળષિ યુનિ.ની કોલેજમાં મતગણત્રી થશે.
આ ચૂટણીમાં સૌથી વધુ ૯થી વધુ ૯થી ૧૧ દરમ્યાન ૧૬.૦૫ ટકા મત પડયા હતા.
મતદાન દરમિયાન પોલીસ સ્ટાફ દિવસભર દોડતો રહ્યો હતો. વિસાવદર પેટા ચૂંટણી દરમ્યાન અનેક સ્થળે ભાજપ અને આપ વચ્ચે ચકમક ઝરી હતી.
આણંદપુર નજીક ‘આપ'ના કાર્યકરોને ઘેરી રસ્તો બ્લોક કર્યાની ઘટના બહાર આવી હતી.પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો.
ડુંગરપુરમાં મતદાન મથકમાં ભાજપની સ્લિપ સાથે મતદારોને પ્રેરીત કરતા હોવાની ફરિયાદ બાદ આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે ચકમક થઈ હતી.
ભેંસાણના નવા વાઘણીયામાં ભાજપ કાર્યકરોની દાદાગીરીનો આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો. બોગસ મત નાખવા ના પાડતા પ્રિસાઈડિંગને થપ્પડ મારી હોવાની વ્યાપક ચર્ચાઓ રહી હતી..પ્રિસાઇડિંગે કન્ટ્રોલ યુનિટ બંધ કરી દેતા કાર્યકરો નાસી ગયા બાદ પોલીસનો સ્ટાફ પહોંચ્યો હોવાનો પણ આપે આક્ષેપ કર્યો કર્યો હતો.
દરમિયાન કાર્યકરોએ મતદારની સાથે જઈ મત નાંખ્યાંના સીસીટીવી સોશિયલ મીડીયામાં બહાર આવ્યા હતા.
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી મતદાન પૂર્વે મોકપોલ વખતે છ વીવીપેટ-કન્ટ્રોલ યુનિટમાં ફોલ્ટ આવ્યો હતો. મતદાન દરમ્યાન ઈવીએમ, વીવીપેટ ખોટકાવાના બનાવ ન થતા તંત્રને રાહતનો શ્વાસ લીધો હતો. જીપીએસ લગાવેલા વાહનમાં બંદોબસ્ત સાથે લવાયેલા ઈવીએમને સીસીટીવી અને ત્રણ લેયરની સુરક્ષામાં રખાયા છે.
વિસાવદરના રિસીવીંગ સેન્ટર પર મોડે સુધી ધમધમાટ રહ્યો હતો. મોડીરાત્રે ઇવીએમ, વીવીપેટ કળષિ યુનિવર્સિટીના સ્ટ્રોંગરૂમમાં કેદ થયા હતા.
વરાપ હોવાથી ખેડૂતો-મહિલાઓ વાવણી કાર્યમાંથી સમય કાઢી મત આપવા પહોંચ્યા હતા. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસાકસી થાય ત્યારે લાગે તેવી કતારો વિધાનસભા પેટા ચૂંટણીમાં લાગી હતી.
વિસાવદર-ભેંસાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણીકાર્યમાંથી સમય કાઢી મતદાન કરવા માટે ખેડૂતો અને ગ્રામજનો ઉત્સાહભેર આવ્યા હતા.
વિધાનસભા મતક્ષેત્રમાં મતદાન પૂર્વે પોલીસે ચેકપોસ્ટ પર વાહન ચેકીંગમાં ૩ પીધેલાને ઝબ્બે કરી આ નશાખોરો પાસેથી કાર, બાઈક કબજે લીધું હતુ.
વિસાવદરની ચૂંટણીની કમાન ભાજપે પાટીદાર યુવા નેતા જયેશભાઈ રાદડીયાને સોંપી હતી, રાદડીયા બેઠક જીતાડે તો શિરપાવ નક્કી છે...એટલે કિરીટ પટેલ સાથે રાદડિયાનું ભાવિ પણ EVMમાં સીલ થયુ છે. સોમવારે ફેંસલો છે. ભાજપ-આપ વચ્ચે કાંટે કી ટક્કર છે. ૫૮ ટકા આસપાસ થયેલું મતદાન અગાઉની ચૂંટણીઓના આંકડાની આસપાસ જ રહ્યું છે. મતદાનનો ટ્રેન્ડ સોશિયલ મીડિયા આધારિત રહ્યો તો ૅઆપૅ જીતી શકે..અને ભાજપ જીતી શકે તેવી પોસ્ટનો વ્યાપક મારો ચલાવાઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટીએ બોગસ વોટિંગનો આક્ષેપ કર્યો છે.
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન સવારથી બપોર સુધીમાં થયું, બપોર બાદ ધીમું! ગત ચૂંટણી કરતાં મતદાન ૬.૮૮ ટકા વધ્યું, ૫૬.૮૯ ટકા મતો પડયા હતા.
આપે ભાજપ સામે ભરપૂર આક્ષેપો કર્યા હતા. આમ આદમી પાર્ટીએ સમગ્ર પ્રચાર અભિયાન બાદ ગુરૂવારે મતદાનના દિવસે પણ ભાજપ પર બોગસ મતદાન અને મતદારોને પ્રભાવિત કરવાના ભરપૂર આક્ષેપો કરતા વિડિયો સોશિયલ મિડિયા પર અપલોડ કર્યા હતા.
‘આપ'ના એજન્ટને બહારના લોકોએ ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો હતો. ‘આપ'ના પ્રવિણ રામે સોશિયલ મિડિયા પર એવો આક્ષેપ કર્યો હતો કે, વિસાવદર તાલુકાના થુંબાળા ગામે મતદાન વખતે બહારગામના પાસીંગથી ૧૫ ગાડીઓ આવી હતી અને આપના એજન્ટને બહાર નીકળી જવાનું કહી ધમકી આપી હતી. જોકે, પોલીસને ફોન કર્યા બાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
ડુંગરપુરમાં મથદાન મથકના કમ્પાઉન્ડમાં ભાજપની સ્લીપના મુદ્દે ‘આપ'ના પ્રવિણ રામે વાંધો ઉઠાવી હોબાળો મચાવ્યો હતો. આથી ત્યાં પણ ભાજપ-આપના આગેવાનો વચ્ચે જીભાજોડી થઈ હતી. પ્રવિણ રામે ભાજપ દ્વારા મતદારોને પ્રભાવિત કરાતા હોવાનો આક્ષેપ મૂકયો હતો.
વિછાવડમાં મતદાન મથકમાં ‘આપ'ના ટેબલ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. વિસાવદર તાલુકાના વિછાવડ ગામે મતદાન મથકમાં આમ આદમી પાર્ટીના કાર્યકરે ટેબલ રાખતાં તેની સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. આથી બંને પક્ષો વચ્ચે જીભાજોડી થઈ હતી. બાદમાં ટેબલ ત્યાંથી હટાવાયું હતું.
એકંદરે વિસાવદર વિધાનસભાની રસપ્રદ ચૂટણી સંપન્ન થઈ છે પણ વાદ-વિવાદ-વિખવાદ-આક્ષેપોની ઝડી હજુ વરસી રહી છે..!! સૌની સોમવારે પરિણામ ભણી મંડાયેલી છે.(
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
