તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
કચ્છમાં રાપર નગરપાલિકા ની સામાન્ય સભા માં તળાવના ભ્રષ્ટાચાર મુદ્દે એજન્સીનું કામ રદ્દ કરવા ધારાસભ્યની તાકીદ
ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને વિકાસના નવા કાર્યોને મંજૂરી, તળાવના બ્યુટીફિકેશનમાં ભ્રષ્ટાચારના ગાબડા અંગે એજન્સી સામે તપાસનો આદેશ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે ના સભા ખંડ ખાતે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં રાપર નગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કામગીરી અંગે ચર્ચા કરવા મા આવી હતી બેઠક મા ગત મિટિંગ ની કાર્યવાહી નોંધ નુ વાંચન અને બહાલી આપવા મા આવી હતી જાન્યુઆરી થી માર્ચ 2025 ના ત્રિ માસિક અને 2024/25 ના વાર્ષિક હિસાબો મંજુર કરવા અંગે બાકી બિલો નુ ચુકવણી કરવા અંગે અંગે તથા આંઢવાળા તળાવ માં નબળા કામ અંગે તપાસ કરવા માટે તથા બાકી ના બિલો અટકાવવા માટે તથા એજન્સી ને બ્લેક લિસ્ટ મા મુકવા માટે ચર્ચા કરવા મા આવી હતી તથા જુદી જુદી શાખા તથા વિભાગો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તદુપરાંત નગરપાલિકા ના જુદા જુદા વિસ્તારોમાં પાણી ગટર રોડલાઇટ રસ્તા બગીચા હરવા ફરવા સથળ સહિત ના વિસ્તારમાં વિકાસ ના કામો કરવા માટે માંગ મંજુર કરવા માટે રજુઆત કરવામાં આવી હતી આમ રાપર નગરપાલિકા ની સામાન્ય સભા માં વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવી હતી આજે મળેલી બેઠકમાં ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા અધ્યક્ષ સ્થાને પ્રમુખ ચાંદભાઇ ભીંડે ચીફ ઓફિસર રવાજી જાડેજા ઉપ પ્રમુખ બબીબેન સોલંકી વિકાસ શાહ મહાવીરસિંહ જાડેજા ભિખુભા સોઢા ગાયત્રી બેન ગઢવી દક્ષા બેન ગૌસ્વામી મુનીરબાનુ પુંજાભાઇ ચૌધરી રાજુભાઇ ચૌધરી મહેશ પરમાર હસુમતિબેન સોની મનજીભાઈ ભાટેસરા સહિત ના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર બેઠક દરમિયાનચીફ ઓફિસર રવાજી જાડેજા મહેશ સુથાર આશિષ ગૌસવામી દિવયરાજસિંહ જાડેજા ધર્મેન્દ્ર સિંહ જાડેજા હરદેવસિંહ રાઠોડ હેતુભા રાઠોડ માવજી મેરીયા નિલેશ ઠક્કર ચંદ્રસિંહ જાડેજા શિતલ જામ પ્રતિપાલસિંહ જાડેજા વિગેરે સંભાળી હતી ઉપરાંત રાપર નગરપાલિકા દ્વારા આંઢવાળા તળાવ ના કામ અંગે તપાસ કરવા માટે ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા એ ચીફ ઓફિસર તથા એન્જિનિયર ને આદેશ કર્યો છે કે આંઢવાળા તળાવ ના બ્યુટીફિકેશન ના કામ બે કરોડ નેવું લાખ ના ખર્ચે બનાવવા મા આવે છે અગાઉ નગરપાલિકા મા ભાજપ ના મહિલા પ્રમુખ શાસન કર્તા હતા ત્યારે છેલ્લા બે વર્ષથી વધુ સમય પહેલાં આ કામ મોરબી ની એજન્સી ને આપવા મા આવ્યું હતું જેનું પેટા કામ તત્કાલિન નગરપાલિકા ના સદસ્ય અને હાલ ના ભાજપના વોર્ડ નંબર એક ના મહિલા સદસ્ય ના પતિ દ્વારા લોટપાણી સમાન કામ કરી લાખો ની ખાયકી કરી ભ્રષ્ટાચાર આચરવા મા આવ્યો છે કામ ત્રીજા ભાગ નુ થયું હતું ત્યારે નગરપાલિકા એ એક કરોડ પાંત્રીસ લાખ ચુકવી પણ દીધા છે આ કામગીરી મા જો આંઢવાળા તળાવ ના ઓગન મા આરસીસીના બદલે પથ્થર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જો આ તળાવ તુટે તો બસો અઢીસો મકાન પાણી મા તણાઈ જાય અથવા નુકશાન થાય આવી બાબત અંગે રજૂઆત થતાં આજે સામાન્ય સભા માં ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા એ એજન્સી ના બાકી ના બીલો અટકાવી તપાસ હાથ ધરવા તથા નોટીસ આપવા અને જે સ્થળે કામગીરી નબળી છે તે પુનઃ કરવા માટે તથા નોટીસ ફટકારવા માટે ચીફ ઓફિસર તથા નગરપાલિકા ના પ્રમુખ અને એન્જિનિયર ને આદેશ કર્યો હતો અને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું હતું રાપર નગરપાલિકા ના વિસ્તારમાં ગટર લાઈન અને પાણી ની લાઇન નુ કામ કરી બાદ મા રોડ અને પેવર બ્લોક રોડ બનાવવા માટે સુચનાઓ આપી હતી આમ રાપર આંઢવાળા તળાવ બાબતે ધારાસભ્ય અને નગરપાલિકા દ્વારા તપાસ ના આદેશ છૂટતા ભાજપ મા હડકંપ મચી ગયો હતો. (તસવીર: મુકેશ રાજગોર, રાપર)
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
