<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

પૂર્વ કચ્છ પોલીસે રાજ્યના વિવિધ શહેરોમાંથી બાઇક ચોરી કરનાર ગેંગ ઝડપી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ :  પૂર્વ કચ્છમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે પાંચ યુવાન બાઇક ચોરોને ઝડપી પાડી આંતર જિલ્લા બાઈક ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઝડપેલ આરોપીઓ પ્રમોદ ઉર્ફે ભુડિયો પ્રેમકુમાર ચૌહાણ, સચિન રમેશ રાઠોડ, નિલેશ રમેશ રાઠોડ, રોહિત જગદીશ પાતારીયા, કરણ રમેશ મહેશ્વરી પાસેથી પાંચ બાઇક ઝડપાઇ છે. આ બાઇક ચોર ગેંગે ગાંધીનગર, અમદાવાદ, અંજાર, ગાંધીધામમાંથી બાઇક ચોરી કરી છે. આરોપીઓ સામે અગાઉ પણ ફરિયાદ થયેલી છે. ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી. ચૌધરી અને સ્ટાફે આ ગેંગ ઝડપી બાઈકચોરીનો ભેદ ઉકેલ્યો છે.

(9:28 AM IST)