તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
ર મતદાન કેન્દ્રો ઉપર ફેર મતદાનઃ સોમવારે વિસાવદર બેઠકનું પરિણામ
ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નિતીન રાણપરીયા કે ‘આપ' ના ગોપાલ ઇટાલીયા જીતશે? સૌની નજર પરિણામ ઉપર

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ર૧ :.. આમ આદમી પાર્ટી દ્વારા બુથ કેપ્યરીંગની ફરીયાદ નોંધાતા ચૂંટણી ફરી આ બે બુથ પર મતદાન યોજવાનું નકકી કર્યુ છે. વિસાવદર અને કડી વિધાસનભા પેટા ચૂંટણીનું પરીણામ ર૩ જુન જાહેર કરાશે.
એએપી દ્વારા બે બૂથ પર ફરીયાદ નોંધાતા ચૂંટણી પંચ દ્વારા વિસાવદરના માલીડા અને નવા વાઘણીયા બૂથ પર મતદાન રદ કરવામાં આવ્યું હતું. આજે શનીવારે માલીડા (૮૬) અને નવા વાઘણીયા (૧૧૧) બુથ પર ફરી ચૂંટણી યોજાઇ છે. ઉપરોકત મતદાન મથક ખાતે હવે તા. ર૧-૬-ર૦રપ ને શનિવારના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે.
નવા વાઘણીયા ગામે બૂથ કેપ્ચરીંગ અને બોગસ મતદાનનો પ્રયાસ થયો હતો. બોગસ મતદાનનો પ્રયાસ થયો હતો. પ્રિસાઇડીંગ ઓફીસરોએ સમગ્ર મામલે આર. ઓ. ને રિપોર્ટ કર્યા હતો. ચૂંટણી અધિકારીએ ચૂંટણી કમિશનનું માર્ગદર્શન માંગ્યુ હતું. જેમાં ચૂંટણી કમિશનર ફેર મતદાનની મંજૂરી આપી હતી. આવતીકાલે ર૧ જૂન ર૦રપ ના રોજ ફરી એક વખત વિસાવદરના બે બૂથ પર મતદાન હાથ ધરાયું છે.
ભારતીય ચૂંટણી પંચની સુચના મુજબ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ૮૬ -માલીડા અને ૧૧૧ નવા વાઘણીયા મતદાન મથક ખાતે આજે નવેસરથી મતદાન કરવામાં આવી રહ્યું છે. આ મતદાન માટેની પૂર્વ તૈયારીઓ માટે જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં સંબંધિત નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, અધિક નિવાસી કલેકટર કે. બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી. જે. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.સમગ્ર ગુજરાતમાં ધ્યાનાકર્ષક બનેલી વિસાવદર વિધાનસભાની ચૂટણીનુ મતદાન પૂર્ણ થયુ છે. સોમવારે મતગણતરી છે ત્યારે અવનવી ચર્ચાઓએ જોર પકડયુ છે. બોગસ વોટિંગ મુદ્દે બબાલ, પોલીસ સાથે ઘર્ષણ વચ્ચે વિસાવદરમાં ૫૬.૮૯ ટકા નોંધાયુ છે. ર૦રરની સાપેક્ષમાં મતદાનની ટકાવારી ૦.૩ ટકા વધી, સરેરાશ ૫૬.૫૯ ટકા મતદાન વિસાવદરની પેટા ચૂંટણી લડતા ૧૬ ઉમેદવારોનું ભાવી વોટિંગ મશીનોમાં કેદ થયા છે. સોમવારે પરિણામ જાહેર થશે. જુનાગઢ કળષિ યુનિ.ની કોલેજમાં મતગણત્રી થશે.
સોમવારે બપોર સુધીમાં ખબર પડી જશે કે વિસાવદર બેઠક ઉપર ભાજપના કિરીટભાઈ પટેલ કોંગ્રેસના નીતિનભાઈ રાણપરીયા કે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલીયા જીત્યા છે.
વિસાવદરની ચૂંટણીની કમાન ભાજપે પાટીદાર યુવા નેતા જયેશભાઈ રાદડીયાને સોંપી હતી, રાદડીયા બેઠક જીતાડે તો શિરપાવ નક્કી છે...એટલે કિરીટ પટેલ સાથે રાદડિયાનું ભાવિ પણ ચ્સ્પ્માં સીલ થયુ છે. સોમવારે ફેંસલો છે. ભાજપ-આપ વચ્ચે કાંટે કી ટક્કર છે. ૫૮ ટકા આસપાસ થયેલું મતદાન અગાઉની ચૂંટણીઓના આંકડાની આસપાસ જ રહ્યું છે.
આપે ભાજપ સામે ભરપૂર આક્ષેપો કર્યા હતા. આમ આદમી પાર્ટીએ સમગ્ર પ્રચાર અભિયાન બાદ ગુરૂવારે મતદાનના દિવસે પણ ભાજપ પર બોગસ મતદાન અને મતદારોને પ્રભાવિત કરવાના ભરપૂર આક્ષેપો કરતા વિડિયો સોશિયલ મિડિયા પર અપલોડ કર્યા હતા.
એકંદરે વિસાવદર વિધાનસભાની રસપ્રદ ચૂટણી સંપન્ન થઈ છે પણ વાદ-વિવાદ-વિખવાદ-આક્ષેપોની ઝડી હજુ વરસી રહી છે..!! સૌની સોમવારે પરિણામ ભણી મંડાયેલી છે. (પ-ર૦)
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
