News of Saturday, 21st June 2025
મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી, તો મણી મંદિરમાં વિશ્વ યોગ દિવસની શહેરી કક્ષાની ઉજવણી.
મણીમંદિરમાં વિશ્વ યોગ દિવસની શહેરી કક્ષાની ઉજવણી: મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્રિલ ખરેની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ કર્યા યોગ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં આજે 21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી થઈ હતી.
આ વેળાએ સાસંદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, કલેકટર કે.બી. ઝવેરી, ડીડીઓ જે.એસ. પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી, ડીઆરડીએ ડાયરેક્ટર એન.એસ. ગઢવી, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સર સંઘ ચાલક જયંતીભાઈ ભાડેસિયા, મનો દિવ્યાંગ બાળકો સહિતના જોડાયા હતા. અંદાજે 2300 જેટલા લોકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.
મણીમંદિરમાં વિશ્વ યોગ દિવસની શહેરી કક્ષાની ઉજવણી.
મોરબીમાં મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્રિલ ખરેની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકોએ કર્યા યોગ.
મોરબીની ઐતિહાસિક ધરોહર એવા મણિમંદિરના પ્રાંગણમાં શહેર કક્ષાનો કાર્યક્રમ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્રિલ ખરેની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અભ્યાસ થકી નવી તાજગી મેળવી હતી.
મોરબીમાં આપણી ઋષિ પરંપરાગત પ્રાચીન યોગ સંસ્કૃતિને મોરબીની ઓળખ અને વારસાગત ધરોહરની સાથે સાંકળી મણીમંદિર ખાતે મોરબી શહેર કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું હતું કે, યોગ શબ્દનો અર્થ જોડાણ એવો થાય છે. ત્યારે આપણે એવા સ્થળ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જે સ્થળ આપણને ઐતિહાસિક વિરાસત સાથે જોડે છે અને ગૌરવવંતા બનાવે છે. આ વર્ષની યોગ દિવસની થીમ એવું ફલિત કરે છે કે, યોગ એ વિશ્વના દરેક દેશ, દરેક સમુદાય અને દરેક સમાજ માટે છે અને તમામ યોગ સાથે જોડાઈ રહ્યા છે. નિયમિત યોગ અભ્યાસ થકી માનસિક અને શારીરિક.
સારા સ્વાસ્થ્ય માટે યોગ અનિવાર્ય!
કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું યોગદિન નિમિત્તે લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
મોરબી શહેરી કક્ષાના કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંજય સોની, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કશ્યપ પંચાલ, અગ્રણીઓ, શાળાના શિક્ષકો, બાળકો, યોગટ્રેનર્સ તેમજ મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
