તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
વાંકાનેરમાં ભૂગર્ભ ગટરો ગંદકી ફેલાવે છેઃ રસ્તાના કામો નબળા પુલનો છેડો તૂટી ગયો છતાં કામો કરાતા નથીઃ પાલિકા તંત્ર મૌન!

વાંકાનેર તા. ર૧ :.. નગરપાલીકાનો વહીવટ નિષ્ફળ ગયાની પ્રતિતી શહેરીજનો કરી રહ્યા છે. થોડા સમય પહેલા વાંકાનેર નગરપાલીકાના સભ્યો દ્વારા લેખિત તથા મૌખિક રજુઆતો કરવામાં આવેલ. પરંતુ નગરપાલીકાનું પાણી હલતુ નથી.
વાંકાનેર શહેરની વિવિધ વિસ્તારની ભૂગર્ભ ગટરો ગંદકી ફેલાવે છે. તેમ છતાં ગંદકી દુર ન કરવા ને કારણે નિષ્ફળ ગયેલ છે.
રોડ રસ્તાના કામો કરવામાં આવતા નથી. પરંતુ રાજપથ રોડ કે જે વિવેકાનંદ સ્ટેચ્યુ થી દિવાનપરા આરોગ્યનગર (ભરવાડ પરા), દાતાર રોડ, તે નગરપાલીકા દ્વારા નવો જ બનેલો રોડ, જેસીબીથી તોડી, ભૂગર્ભ ગટના પાઇપના ભૂંગળા નાખવામાં આવેલ છે.
તુ ભૂંગળાઓના ઉપરની મોટી ઉપર ચાલતા વાહનો આ માટીમાં ફસાઇ જાય છે. તાજેતરમાં એક એસટી બસ આ માટીના રસ્તામાં ખૂંપી ગઇ હતી. આ બસને બહાર કાઢવામાં કલાકો વિતી ગયા હતાં.
વાંકાનેરના મેઇન રસ્તા એટલે કે માર્કેટ ચોક, પ્રતાપ રોડ, દાણાપીઠ ચોકથી વાંદા લીમડા ચોક અને જીનપરા રોડ, થઇ નેશનલ હાઇવે ને જોડતો એક માત્ર રસ્તો ખાડા ખબડાવાળો હોઇ, આ બાબતની રજૂઆતો તથા પ્રસિધ્ધિ થયેલ. તેમ છતાં આ કામ કેમ કરવામાં આવતુ નથી ? એ અંગે પાલીકાના સત્તાધીશો વાંકાનેરના લોકોને કેમ બાનમાં રાખે છે ? એ પ્રશ્ન પણ ઉભો થાય છે.
નેશનલ હાઇવે પંચાસર-રાતીદેવરી રોડ ઉપરનો પુલનો એક છેડો દોઢેક વર્ષથી તૂટી ગયેલ હોઇ તેનો ટ્રાફિક વાંકાનેર શહેરમાંથી ચાલે છે, જે દાણાપીઠ ચોક થી વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો રોડ, ભારે વાહનોને કારણે બિસ્માર હાલતમાં હોઇ, વાંકાનેર ન. પા. ઝોનના કમિશનરશ્રી અને કલેકટરશ્રી મોરબી આ બાબતે ઘટતું કરે તેવી વાંકાનેરના લોકોની માંગણી ઉઠી છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
