તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
ભારે પવનથી ત્રીજા દિવસે પણ ગિરનાર રોપવે બંધ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧: આજે પણ સવારથી ગિરનાર રોપવે બંધ રહેતા અનેક લોકો રોપવેની સફરથી વંચિત રહ્યા હતા.
આજે સવારથી ગિરનાર પર્વત પર તોફાની પવન ફૂંકાતા બંધ રોપવે સેવા રાખવાની ફરજ પડી હતી. ગિરનાર પર આજે સવારથી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે સવારથી જ રોપવે શરૂ થઈ શક્યો ન હતો. આમ તો ગુરુવારથી રોપવે બંધ રહ્યો છે. અને આજે સતત ત્રીજા દિવસે પણ બંધ રહેવાના કારણે અનેક પ્રવાસીઓને સફર માણ્યા વગર પરત ફરવું પડ્યું હતું.
દરમિયાન આજે જુનાગઢમાં પણ પવનની ઝડપ વધીને ૧૩ કિલોમીટરની થઈ ગઈ હતી. સવારે લઘુતમ તાપમાન ૨૭.૪ ડિગ્રી રહ્યું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા નોંધાયું હતું.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
