તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
પોરબંદર જિલ્લામાં સમયાંતરે વરસતો છુટોછવાયો વરસાદ
પોરબંદર ૦૮ મીમી : રાણાવાવ ૦૨ મીમી : કુતિયાણા ૦૪ મીમી

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૧: જિલ્લામાં ત્રણેક દિવસથી વાદળ છાંયુ વાતાવરણ છે અને સમયાંતરે છુટો છવાયો હળવો વરસાદ વરસી જાય છે.
એરપોર્ટ હવામાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૦૮ મીમી, રાણાવાવ ૦૨ મીમી અને કુતિયાણા ૦૪ મીમી વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો છે આજે સવારે વાદળોને લીધે સુર્ય પ્રકાશ ઝાંખો રહયો છે. દરિયામાં મોંજાનું જોર વધ્યું છે
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
