તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
અમરેલીમાં બે દિવસના વિરામ બાદ ધીમી ધારે વરસાદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૧: અમરેલી જિલ્લામાં બે દિવસ પૂર્વે સતત ૪૮ કલાક સુધી ત્રણથી દસ ઈંચ સુધી વરસી ગયેલ વરસાદ બાદ નાના મોટા ડેમોમાં નવા નીરની આવક થઈ હતી અને જગતનો તાત મલકતા મોએ વાવણી કાર્યનો આરંભ કરી દીધો હતો ત્યાં મેઘરાજાએ ફરી આજે વહેલી સવારથી હેત વરસાવાનું શરૂ કર્યું હોય તેમ અમરેલી સહિત આજુબાજુના વિસ્તારમાં સવારના આઠ કલાકથી અત્રે લખાઈ રહ્યું છે ૧૦ કલાક સુધી વરસવા નું શરૂ છે અને રોડ ઉપર પાણીના નાના-મોટા ખાબચીયા ભરાઈ ગયા છે વેકેશન બાદ કુલ કોલેજે વિદ્યાર્થીઓ વરસાદના ભીંજાતા જઈ રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે એક પ્રકારે હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાઈ ગયો છે લોકોએ ઉનાળો અસહ્ય ગરમી સહન કર્યા બાદ ઠંડકની મજા લઇ રહ્યા છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
