<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

વ્‍યસ્‍ત જીવનમાંથી ઓછામાં ઓછો ૧ કલાક યોગ માટે ચોકકસ ફાળવોઃ અર્જૂનભાઇ મોઢવાડિયા

પોરબંદર ચોપાટી મેદાનમાં જીલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણીઃ વિવિધ કચેરીઓના અધિકારીઓ શાખા કોલેજના વિદ્યાર્થીઓ ટોરેન્‍ટગાર્ડ જવાનો સહિત બહોળી સંખ્‍યામાં લોકો જોડાયા પોરબંદર જીલ્લા કલેકટર એસ.ટી.ધાનાણી, જીલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, જીલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, અધિક કલેકટર જે.બી વદર, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ પોલીસ અધિક્ષક ઋતુબેન રાણા શિક્ષણાધિકારી વી.કે.પરમાર ચોપાટી ખાતે યોગદિનઃ ઉજવણી કાર્યક્રમમાં હાજર રહીને યોગ કર્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૧: ચોપાટી મેદાન ખાતે જીલ્લાઓમાં કાર્યક્રમમાં આજે સવારે ધારાસભ્‍ય અર્જૂનભાઇ ઓછો ૧ કલાક યોગ માટે ચોકકસ ફાળવીને વ્‍યસ્‍ત જીવનમાં સ્‍વસ્‍થ જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી.

૨૧ મી જૂન આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા કક્ષા યોગ કાર્યક્રમ મોટી  ચોપાટી વિસ્‍તારમાં હજૂર પેલેસ પાછળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

આ ઉજવણીમાં પોરબંદરના ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પોરબંદર જિલ્લા કલેક્‍ટર એસડી ધાનાણીની પ્રેરક ઉપસ્‍થિતિ રહી હતી

ધારાસભ્‍યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે, ‘‘યોગ એ માત્ર વ્‍યાયામ નહીં, પણ માનસિક, શારીરિક અને આધ્‍યાત્‍મિક સમતોલ જીવન જીવવાની રીત છે. આપણી સંસ્‍કળતિએ સદીઓથી જેને જીવંત રાખી છે, એ યોગને આજની પેઢી સાથે સંકળાવું એ આપણી જવાબદારી છે.'' તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણું આ અનમોલ ઘરેણું (યોગ) કયાંક ખૂણે ખાચરે સચવાયેલ પડ્‍યું હતું ત્‍યારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ન માત્ર દેશ પરંતુ યુએનમાં યોગને સ્‍વીકળતિ અપાવી અને તેના પરિણામે આજે વિશ્વના  દેશો આંતરાષ્‍ટ્રીય યોગ દિવસની ઉત્‍સવની જેમ ઉજવી રહ્યા છે.

ધારાસભ્‍ય  અર્જૂનભાઇએ નાગરિકોને અપીલ કરતાં કહ્યું હતું કે, દિવસના ૨૩ કલાક ભલે અન્‍ય કાર્યો માટે કાઢો, પણ ઓછામાં ઓછો ૧ કલાક યોગ માટે ચોક્કસ ફાળવો અને સ્‍વસ્‍થ જીવનશૈલી અપનાવો.

ચોપાટીમાં યોગ દિનની ઉજવણી કાર્યક્રમમાં હજારો લોકોએ એકસાથે યોગ આસન કરી ‘‘એક પળથ્‍વી, એક સ્‍વાસ્‍થ્‍ય માટે યોગ''ના સંદેશાને આત્‍મસાત કરીને આરોગ્‍યપ્રત્‍યે કટિબદ્ધતા વ્‍યક્‍ત કરી હતી અને સ્‍વાગત પ્રવચન જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિણાબેન પાડાવદરાએ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન પોરબંદર જિલ્લાના વિવિધ શાળા - કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો, સામાજિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, કોસ્‍ટગાર્ડ જવાનો તથા પોરબંદર શહેરના યોગપ્રેમીઓએ ઉમંગપૂર્વક ભાગ લઈ યોગના મહત્ત્વને સમગ્ર સમાજમાં વિસ્‍તળત કરવા પ્રયાસ કર્યો હતો.

જિલ્લા કલેક્‍ટર એસ ડી ધાનાણી, પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી  બી બી ચૌધરી, પોરબંદર પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા,  અધિક કલેકટર જે બી વદર,પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, નાયબ પોલીસ અધિક્ષક ઋતુબેન રાબા,જિલ્લા શિક્ષણ અધિકારી વી કે પરમાર અને સહિત લોકોની ઉપસ્‍થિતિ રહીને યોગ કાર્યક્રમમાં જોડાયાં હતા.

(1:43 PM IST)