તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
જામનગરના હાપા નજીક કારના શોરૂમમાં ભીષણ આગ ભભૂકી :અનેક વાહનો સાથે શોરૂમ-વર્કશોપ બળીને ખાખ : જુઓ વિડીયો
રાત્રીના સમયે "મહિન્દ્રા કારના શોરૂમ"માં ભીષણ આગ લાગતા દોડધામ: ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ

જામનગર : હાપા નજીક કારના શોરૂપમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. જામનગર-રાજકોટ હાઇવે હાપા નજીક કારના શોરૂમમાં ભીષણ આગથી દોડધામ મચી જવા પામ્યો છે. ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી.
જામનગર-રાજકોટ હાઇવે હાપા નજીક "મહિન્દ્રા કારના શોરૂમ"માં ભીષણ આગ લાગતા અનેક વાહનો બળીને ખાક થયા છે. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે પહોંચી છે. આગ કયા કારણે લાગી તે કારણ અકબંધ છે. મળતી માહિતી મુજબ, મહિન્દ્રાના શોરૂપમાં કારનો શોરૂમ અને વર્કશોપ બળીને ખાક થયો છે. ફાયર વિભાગને જણ કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આગ કયા કારણોસર લાગી તે કારણ અકબંધ છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે, હાપા નજીક રાત્રીના સમયે "મહિન્દ્રા કારના શોરૂમ"માં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગ એટલી વિકરાળ હતી કે, આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાવા લાગ્યા હતા. આગની ઘટનાને લઇ આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. કારના શોરૂમમાં આગની ઘટનામાં મોટી માત્રામાં વાહન, વર્કશોપ બળીને ખાક થયા છે.
(11:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
