<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

જોગવડ ગામમાંથી ગાંજાના જથ્થા સાથે એક આરોપીને પકડી પાડતી મેઘપર (પડાણા) પો.સ્ટે., જી.જામનગર

વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૧૦૫ ગ્રામ કી.રૂા. ૧૧,૦૫૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂા.૧૬,૪૭૦ સાથે પકડી પડાયો

જામનગર :પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર  (IPS) રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ નશીલા પદાર્થના વેપાર તથા સેવન ઉપર રોક લગાવવા આ પ્રકારની ગે.કા. પ્રવુતી ઉપર કડક કાર્યવાહી કરવા અંગેની સુચના મુજબ જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા તથા મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા  (IPS) એ નશાખોરી રોકવા માટે "No Drugs In Jamnagar" અભિયાન શરૂ કરેલ જે અનુસંધાને મેઘપર (પડાણા) ના પોલીસ ઈન્સપેકટર પી.ટી.જયસ્વાલ તથા પો.સ.ઈ.એ.જી.જાડેજાના સીધા માર્ગદર્શન મુજબ મેઘપર (પડાણા) પો.સ્ટે.ના સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,

     દરમ્યાન મેઘપર (પડાણા) પો.સ્ટે. સ્ટાફના ભગીરથસિંહ જાડેજા તથા ધર્મેદ્રસિંહ ઝાલા તથા મહેશભાઈ ડાંગરને ખાનગી બાતમી મળેલ કે “પ્રેમચંદ બ્રિજનાથ ચૌહાણ (રહે. જોગવડ ગામ વાળો) જોગવડ ગામની સીમમા આવેલ ઈટુના ભઠ્ઠા પાસે, ૬૬ કે.વી. સબ સ્ટેશનની દિવાલની બાજુમાં ગાંજાનુ છુટક વેચાણ કરે છે” જે હકીકત આધારે સદર જગ્યાએ રેઈડ કરી મજકુર ઈસમને ગે.કા. વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ૧ કિલો ૧૦૫ ગ્રામ કી.રૂા. ૧૧,૦૫૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂા.૧૬,૪૭૦ સાથે પકડેલ છે અને મજકુર ઈસમ વિરૂધ્ધ પોલીસ સબ ઈન્સ. એ.જી.જાડેજાનાઓએ ધોરણસરની ફરીયાદ આપતા પોલીસ ઈન્સ પી.ટી. જયસ્વાલનાઓએ મેઘપર (પડાણા) પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.ન .૧૧૨૦૨૦૩૮૨૫૦૪૯૬/૨૦૨૫ N.D.P.S. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી), (૨)(બી), ૨૯ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
    આરોપીનુ નામ પ્રેમચંદ બ્રિજનાથ ચૌહાણ (રહેવાસી હાલ જોગવડ ગામની સીમ ૬૬ કે.વી. સબ સ્ટેશનની બાજુમા, ભાડાના મકાનમા, તા.લાલપુર જી.જામનગર મુળ રહેવાસી કોઠીયાર ગામ તા. તહબલપુર, જી.આજમગઢ ઉત્તર પ્રદેશ
આ કાર્યવાહી મેઘપર (પડાણા) પો.સ્ટે. પોલીસ ઈન્સપેકટર પી.ટી.જયસ્વાલ તથા પો.સ.ઈ. એ.જી.જાડેજા તથા પોલીસ હેડ કોન્સ ભગીરથસિંહ ભીખુભા જાડેજા તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ રમુભા ઝાલા તથા મહેશભાઈ ડાડુભાઈ ડાંગર તથા અખ્તરભાઈ હાજીભાઈ નોયડા તથા કરણાભાઈ ધાનાભાઈ વસરા તથા ઈન્દ્રજીતસિંહ ભરતસિંહ જાડેજા તથા બ્રીજરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ બ્રીજરાજસિંહ વીક્રમસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ મહેશભાઈ રામાભાઈ જોગલ નાઓએ દ્વારા કરવામાં આવેલ છે.

 

(10:32 PM IST)