<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

મોરબી સબ જેલમાં જેલ સ્ટાફ, બંદીવાનોએ યોગ દિવસની ઉજવણી કરી.

અધિકારી/કર્મચારી અને બંદીવાન બહેનો તેમજ ભાઈઓએ ભાગ લીધો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  ૧૧ મા વિશ્વ યોગ દિવસ નિમીત્તે જેલોના ડી.જી.પી. ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ મોરબી સબ જેલ ખાતે “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મોરબી ” દ્વારા અધિક્ષક ડી. એમ. ગોહેલ, જેલર, બાબરીયા તેમજ જેલ સ્ટાફ, બંદીવાનો તેમજ યોગ ગુરુ વિજયભાઈ, વાલજીભાઈ ની વિશેષ ઉપસ્થિતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.જેમાં અધિકારી/કર્મચારી અને બંદીવાન બહેનો તેમજ ભાઈઓએ ભાગ લીધો હતો.

(1:05 AM IST)