તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
મોરબીના લાતી પ્લોટ-2માં કામચલાઉ ધોરણે રસ્તાનું રિપેરીગ કરતું મનપા.
શેરી નં.૩, ૪ અને ૭માં વેટ મીક્ષ નાખવાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં. ર, ૩, ૪ અને ૭મા ભારે વરસાદના કારણોસર રસ્તો ખરાબ થયેલ હતો જે અન્વયે સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખા દ્વારા શેરી નં.ર માં વેટમીક્ષ નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને શેરી નં.૩, ૪ અને ૭માં વેટ મીક્ષ નાખવાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેમ મહાપાલિકાની સીવીલ અને સીટી બ્યુટીફીકેશન શાખાના સિટી ઇજનેરની યાદીમાં જણાવાયું છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
