<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

માળિયામાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી સાથે બે ઝડપાયા, ૬.૨૨ લાખનો મુદામાલ જપ્ત.

અન્ય આરોપી આરીફ જેડા ( રહે વિસીપરા મોરબી વાળા) નું નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી :  માળિયા (મી.)ના નવાગામ મેઘપર વચ્ચે આવેલ મચ્છુ નદીના કાંઠેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ગાળતા બે આરોપીઓને ઝડપી લઈને એલસીબી ટીમે વાહન સહીત કુલ રૂ ૬.૨૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

   મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા (મી.) ના નવાગામથી મેઘપર વચ્ચે મચ્છુ નદીના કાંઠે ખરાબામાં દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચલાવી દેશી પીવાનો દારૂ બનાવી વાહનમાં હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી જેથી ટીમે મચ્છુ નદીના કાંઠે ઢાળ ઉતરતા રેડ કરી હતી.
   જ્યાં એક મહિન્દ્રા પીકઅપ વાહન હોય જેને કોર્ડન કરી ટોર્ચની લાઈટ કરી જોતા આરોપી ફરદિન હાજી મહમદ માણેક અને સાજીદ અયુબ મીરા (રહે બંને નવલખી રોડ મોરબી વાળા) ને ઝડપી લઈને દેશી દારૂ બનાવવાનો ઠંડો અને ગરમ આથો ૧૮૦૦ લીટર કીમત રૂ ૪૫,૦૦૦ દેશી દારૂ ૩૮૫ લીટર કીમત રૂ ૭૭,૦૦૦ અને મહિન્દ્ર પીકઅપ જીજે ૩૬ વી ૮૨૪૭ કીમત રૂ ૫ લાખ મળીને કુલ રૂ ૬,૨૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપી આરીફ જેડા ( રહે વિસીપરા મોરબી વાળા) નું નામ ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.


 

(1:10 AM IST)