મોરબી : RTO ચલણનો મેસેજ મોકલી મોબાઈલ હેક કરી રૂ ૨૪.૩૪ લાખની છેતરપીંડી.
Whatsapp નંબર પર આરટીઓ ચલણ APK ફાઇલનો મેસેજ મોકલ્યો હતો

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી : ઈન્ટરનેટ યુગમાં સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ઈન્ટરનેટ આશીર્વાદરૂપ બનવાને બદલે અભિશાપ બની રહ્યું છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહિ કહેવાય કારણકે છાશવારે નિર્દોષ નાગરિકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે જેમાં મોરબીના યુવાનને આરટીઓ ચલણનો મેસેજ મોકલ્યો હતો જે ફાઈલ ફરિયાદીના પતિએ મોબાઈલમાં ઓપન કરતા મોબાઈલ હેક કરી અલગ અલગ બેંક ખાતામાં રૂ ૨૪.૩૪ લાખની રકમ ટ્રાન્સફર કરી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના ન્યુ ચંદ્રેશનગર શેરી નં ૦૨માં રહેતા કાજલબેન સવજીભાઈ ગામીએ અલગ અલગ સાત બેંક ખાતા ધારકો અને મોબાઈલ નંબર ૬૩૫૨૨ ૩૩૪૩૭ ના ધારક વિરુદ્ધ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૩ જુનના રાત્રીના દશેક વાગ્યે આરોપીએ પતિના વોટ્સએપ નંબર પર આરટીઓ ચલણ APK. ફાઈલનો મેસેજ મોકલ્યો હતો અને ફરિયાદીના પતિએ ફાઈલ ફરિયાદી કાજલબેનના મોબાઈલ વાળા વોટ્સએપ નંબર પર મોકલી હતી.
જે ફાઈલ ઓપન કરી હતી ત્યારે અજાણ્યા ઇસમોએ ફરિયાદી કાજલબેનનો મોબાઈલ હેક કરી ફરિયાદીના HDFC બેંક ખાતામાંથી સાત અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ ૨૪,૩૪,૭૦૯ ની રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
