<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ભાવનગરના ફરિયાદકા ગામ ખાતે બોગસ મતદાનને લઈને હોબાળો વિદેશ ગયેલ મતદારના નામે મતદાન ! : પોલીસ તપાસનો ધમધમાટ

વિદેશ ગયેલા વ્યક્તિના નામે બોગસ મતદાન કરવા જતા શખ્સને ત્યાં હાજર રહેલા લોકો પકડી પાડ્યો: બોગસ મતદાનનો હોબાળો થતા વરતેજ પોલીસ પણ દોડી આવી

ભાવનગરના ફરિયાદકા ગામ ખાતે બોગસ મતદાનને લઈ ને હોબાળો થયો છે. ફરિયાદકા ગામ ખાતે યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હોબાળો થવા પામ્યો હતો. વિદેશ ગયેલા વ્યક્તિના નામે બોગસ મતદાન કરવા જતા શખ્સને ત્યાં હાજર રહેલા લોકો પકડી પાડ્યો હતો. મતદાન મથકની બહાર જ બોગસ મતદાનનો હોબાળો થતા વરતેજ પોલીસ પણ દોડી આવી હતી. બોગસ મતદાન કરવા જતાં વ્યક્તિ સાથે થયેલા હોબાળાનો વીડિયો પણ થયો વાયરલ. જો કે પોલિસ નું કહેવું છે કે બંને ભાઈઓ પૈકી એક વ્યક્તિ વિદેશ હોય અને ક્રમાંક નમ્બર પણ આગળ પાછળ હોય તે બાબતે અસમંજસતા ઉભી થઇ હતી.

(4:32 PM IST)