<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

જૂનાગઢમાં 73 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ કુલ 53.79 ટકા મતદાન

જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું હજુ મતદાન ચાલુ : સાંજ સુધીમાં મતદાન ટકાવારી વધી શકે

જૂનાગઢ જિલ્લાની ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનું મતદાન ટકાવારી સામે આવી છે. વંથલી તાલુકાની 5 ગ્રામ પંચાયત માટે 55.20 ટકા મતદાન,  માણાવદરની 13 ગ્રામ પંચાયત માટે 55.41 ટકા મતદાન,મેંદરડાની 4 ગ્રામ પંચાયત માટે  44.18 ટકા મતદાન, માળીયા હાટીનાની 12 ગ્રામ પંચાયત માટે 56.65 ટકા મતદાન, કેશોદની 17 ગ્રામ પંચાયત માટે 57.75 ટકા મતદાન,માંગરોળની 22 ગ્રામ પંચાયત માટે 49.44 ટકા મતદાન,કુલ 73 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ 53.79 ટકા મતદાન નોંધાયું છે.

(5:45 PM IST)