હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 22nd June 2025
જૂનાગઢ જિલ્લામાં જોરદાર વરસાદ : માણાવદર અને કેશોદમાં 4-4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો : મેંદરડામાં ત્રણ ઇંચ વરસાદ
વંથલી અને વિસાવદરમાં બે-બે ઈંચ, માળિયાહાટીના અને માંગરોળમાં દોઢ ઈંચ: ગિરનાર પર્વત પર બે ઈંચ અને જૂનાગઢ શહેરમાં એક ઇંચ વરસાદ

જૂનાગઢ જિલ્લામાં જોરદાર વરસાદ વારસયો છે, માણાવદર અને કેશોદમાં ચાર-ચાર ઇંચ, મેંદરડામાં ત્રણ ઇંચ, વંથલી અને વિસાવદરમાં બે-બે ઈંચ, માળિયાહાટીના અને માંગરોળમાં દોઢ ઈંચ, ગિરનાર પર્વત પર બે ઈંચ અને જૂનાગઢ શહેરમાં એક ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ગિરનાર પર્વત પર ઝરણાઓમાંથી પ્રચંડ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.
ધોધમાર વરસાદથી જૂનાગઢમાં રસ્તાઓ પર નદીની જેમ પાણી ફરી વળ્યા છે. આથી વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. બીજી તરફ વાતાવરણ ઠંડુ થતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. તેમજ ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
