<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

ધોરાજી તાલુકાના છ ગામોમાં રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી માં 59.95 ટકા મતદાન થયું

ભૂખી ગામ ખાતે મતદારોની લાઈનો : છત્રાસામા 81.45 ટકા સૌથી વધુ મતદાન : 6 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 150 જેટલા અધિકારી અને કર્મચારીઓ ફરજ પર ચૂંટણી કાર્યવાહી કરી: આર.કે પંચાલ મામલતદાર (ધોરાજી)

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી તાલુકાના છ ગામોમાં  રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી માં 59.95 ટકા મતદાન થયું છે 
ધોરાજી તાલુકાના 6 ગામોમાં આજે રવિવારે ગ્રામ પંચાયત ની ચૂંટણી મતદાન યોજાયેલ જેમાં 59.95 ટકા શાંતિપૂર્ણ મતદાન થયું હતું તમામ મતદાન મથકોમાં મતદારોની લાઈનો જોવા મળી હતી
ધોરાજી તાલુકાના મોટીવાવડી, સુપેડી, ભૂખી, મોટીમારડ, પાટણવાવ,છત્રાસા ગામોમાં સરપંચ અને વોર્ડ ના સભ્યપદ માટેની ચૂંટણી યોજાઈ હતી
ધોરાજી મામલતદાર આર.કે પંચાલ એ મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવેલ કે ધોરાજી તાલુકાના છ ગામોમાં ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યપદ માટેની ચૂંટણી યોજાય હતી જેમાં આજે રવિવારે સવારે 7:00 થી 06:00 વાગ્યા સુધી મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું જેમાં સાંજે છ વાગ્યા સુધીમાં 59.95 ટકા મતદાન થયું હતું
આજે સવારે ધોરાજીના ભૂખી ગામ તેમજ છત્રાસા ગામમાં પણ મતદારોની લાઈનો જોવા મળી હતી અને સૌથી વધુ છત્રાસા માં 81.45% મતદાન થયું હતું
તેમજ મતદાન પ્રક્રિયાની વ્યવસ્થા માટે 150 જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને પોલીસ કર્મીઓ ની ફરજ બજાવી હતી
 25 તારીખે મત ગણતરી યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ શાંતિ તથા સુમેળ ભર્યા વાતાવરણમાં યોજાય તે પ્રકારે તંત્ર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
આ સમયે સ્ટ્રોંગ રૂમ અને ચૂંટણી વ્યવસ્થા નવી ભગવતીની હાઇસ્કુલ ખાતે કરવામાં આવી છે
તારીખ 25 ને બુધવારના રોજ મતગણતરી નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે અને મતદાન બેલેટ પેપર દ્વારા કરવામાં આવેલ જે તારીખ 25 બુધવારના રોજ મત ગણતરી (બેલેટ પેપર) કરવામાં આવશે
ધોરાજી નવી ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતેથી બેલેટ પેપર મતદાન પેટી વિગેરે સાહિત્ય લઈને કર્મચારીઓ જે તે બુથે થી મતદાન પેટીઓ લઈને ધોરાજી આવી ગયા હતા
આ સમયે ધોરાજી મામલતદાર આર.કે પંચાલ તેમજ મામલતદાર ઓફિસ ના તમામ નાયબ મામલતદારો તેમજ કર્મચારીઓ તેમજ ધોરાજી તાલુકા પંચાયત ઓફિસના કર્મચારીઓ અને ધોરાજી તાલુકા અને પાટણવાવ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ચૂંટણી દરમિયાન ફરજ બજાવી હતી



 

(8:42 PM IST)