News of Sunday, 22nd June 2025
ધોરાજીમાં ખેડૂતોને સ્ટેટ બેન્કમાં પાક ધિરાણ મેળવવામાં પડતી હાલાકી દૂર કરવા રજૂઆત કરાઈ
ખેડૂતોને મંજૂરી પત્ર રીન્યુઅલ મંજૂરી પત્ર આપવામાં આવતા નથી પાકનું ઇન્સ્પેક્શન રિપોર્ટ કરવામાં આવતો નથી,

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી માં ખેડૂતો ને સ્ટેટ બેન્ક માં પાક ધિરાણ મેળવવા માં પડતી હાલાકી દૂર કરવા રજૂઆત કરાઈ હતી
ધોરાજીના સામાજિક કાર્યકર હેમંતભાઈ રાજ્યગુરુએ ધોરાજી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ના મેનેજરને લેખિત રજૂઆત કરાય છે આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે ધોરાજી માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં પાક ધિરાણ મેળવવા ખેડૂતોને હાલાકી પડી રહી છે ખેડૂતોને મંજૂરી પત્ર રીન્યુઅલ મંજૂરી પત્ર આપવામાં આવતા નથી પાકનું ઇન્સ્પેક્શન રિપોર્ટ કરવામાં આવતો નથી, પછી ખેડૂત ખાતામાં પાક ધિરાણ ઉપાડ માટે ચેકબુક આપવામાં આવતી નથી અને બધી રકમ સેવિંગ્સ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે વધુમાં જણાવ્યું 3 લાખ સુધી ધિરાણ ઉપર કોઈ ચાર્જ નથી કોઈ પણ બેંક મંડળી વ્યાજ વસૂલતી નથી. કોઈપણ જાતની જાણ વગર પ્રોસેસિંગ ઇન્સ્પેક્શન માઈકો ઇન્સ્યોરન્સ ચાર્જ વસુલે છે વારવાર રકમમાં ફેરફાર થાય છે
ખેડૂતોને પાક ધિરાણ મેળવવામાં મુશ્કેલી ઓ પડી રહી છે તો તે સમસ્યાનું નિરાકરણ કરવા ધોરાજીના સામાજિક કાર્યકર હેમંતભાઈ રાજ્યગુરુએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને સમસ્યાઓ હલ કરવા માંગણી કરાય છે
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
