તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
ધોરાજીમાં યોગ દિવસે અર્જુન સ્કૂલના બાળકોએ પોતાની પ્રતિભા બતાવી.
બાળકોએ વિવિધ યોગના આસનો કરીને તેમની સુગમતા, સંતુલન અને એકાગ્રતાનું પ્રદર્શન કર્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી :ધોરાજીમાં યોગ દિવસે અર્જુન સ્કૂલના બાળકોએ પોતાની પ્રતિભા બતાવી. હતી
ધોરાજીના સ્ટેશન રોડ બંબાગેટ પાસે આવેલ અર્જુન સ્કૂલમાં યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ શાનદાર યોગ કર્યા. આ કાર્યક્રમનો હેતુ બાળકોને યોગના મહત્વ અને તેના સ્વાસ્થ્ય લાભો વિશે જાગૃત કરવાનો હતો.
બાળકોએ વિવિધ યોગના આસનો કર્યા જેમાં તેઓએ તેમની સુગમતા, સંતુલન અને એકાગ્રતાનું પ્રદર્શન કર્યું હતું .
યોગ આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ફક્ત આપણું શારીરિક સ્વાસ્થ્ય જ સુધારતું નથી પણ માનસિક સ્વાસ્થ્યને પણ મજબૂત બનાવે છે અમને ખુશી છે કે અર્જુન સ્કૂલના બાળકો યોગનું મહત્વ સમજે છે.
આ કાર્યક્રમ દ્વારા બાળકોએ યોગ પ્રત્યે પોતાની રુચિ અને ઉત્સાહ દર્શાવ્યો. અમને આશા છે કે આ યોગ દિવસ નિમિત્તે આ કાર્યક્રમ દ્વારા બાળકોને યોગ પ્રત્યે વધુ પ્રેરિત કરશે
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના આચાર્ય સુધીરભાઈ બદીયાણી, ઉષાબેન દાવડા, હેતલબેન વાછાણી, નયનાબેન ઘેલાણી તેમજ સમસ્ત સ્ટાફે ખૂબ જ મહેજત ઉઠાવી હતી.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
