તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
મોરબીમાં માત્ર અઢી કલાકમાં 1600 રોપાનું વિતરણ કરાયું.
મયુર નેચર ક્લબ, અને વન વિભાગ અને મોરબી અપડેટ દ્વારા આયોજિત રોપા વિતરણ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મયુર નેચર ક્લબ-મોરબી,મોરબી અપડેટ અને વન વિભાગ- મોરબી દ્વારા આજે ફ્રી રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર અઢી કલાકમાં જ 1600 રોપાનું વિતરણ થયું હતું.
મોરબીના શનાળા રોડ પર રામ ચોકમાં કભીબી બેકરી પાસે વિવિધ ઘટાદાર વૃક્ષોના નિઃશુલ્ક રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થવાનો હતો. જો કે સવારે 7:30 વાગ્યાથી લોકોની લાઈન લાગતા રોપા વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. જે 10 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ અઢી કલાકમાં 1600 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સીતાફળ, જાંબુડા, આમળા, કરંજ, સવન, સરગવો, લીમડો, વડ, પેલ્ટાફોમ, ગોરસ આંબલી, ખાટી આંબલી સહિતના વૃક્ષના રોપા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મયુર નેચર ક્લબના ચેરમેન એમ.જે.મારૂતિ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી
(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
