<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

જામનગર શહેરની જીવા દોરી સમાન રણજીતસાગર ડેમ પહેલા જ વરસાદમાં ઓવર ફ્લો : નગરજનો લાપસીના આંધણ મુકશે :જુઓ વિડીયો

જામનગર જિલ્લામાં રાત્રિના 8 વાગ્યા સુધીમાં પોણા ઇંચથી માંડી સાડા 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો: જામનગર અને કાલાવડ પંથકમાં ભારે વરસાદને લઈને વાણીયા વાગડીયા ડેમ છલોછલ ભરાયો

જામનગર જિલ્લા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. જામનગર જિલ્લામાં રાત્રિના 8 વાગ્યા સુધીમાં પોણા ઇંચથી માંડી સાડા 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જામનગર અને કાલાવડ પંથકમાં ભારે વરસાદને લઈને વાણીયા વાગડીયા ડેમ છલોછલ ભરાયો છે.  ડેમ 100 ટકા ભરાઈ જતા સિંચાઈ વિભાગે નીચાણવાળા ગામડાઓને સચેત રહેવા અપીલ કરી છે.

 

જામનગર જિલ્લા અને તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જામનગર જિલ્લાના અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે. આ સાથે જામનગર અને કાલાવડ પંથકમાં ભારે વરસાદને લઈને વાણીયા વાગડીયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં વાગડીયા, વાણિયા, મોટી ભલસાણ અને સૂમરી ભલસાણ ગ્રામજનોને ડેમના વ્હેણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના અપાઇ છે.

 

. જોડિયા તાલુકા મથક પાણી જ પાણી થઇ ગયો છે. સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ જોડીયા પંથકમાં,તાલુકા મથકે ચારથી આઠ વાગ્યાના ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.  જામનગરમાં પોણા બે ઇંચ વરસાદ, ધ્રોલ તાલુકા મથકે પોણો ઇંચ વરસાદ પડ્યો,  કાલાવડમાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો, લાલપુરમાં પોણા બે ઇંચ વરસાદ અને જામજોધપુરમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. 

 

જામનગર શહેર આસપાસ પડી રહેલ વરસાદથી જામનગરનો જીવાદોરી સમાન રણજીતસાગર ડેમની સપાટી હાલે 24 ફૂટ થયેલ છે અને પાણીની આવક  ચાલુ હોય જેથી સાવચેતીના ભાગરૂપે નીચાણવારા વિસ્તારોમા ,Ward No 16,12,11,10,4,2,law lying areas ના લોકો સાવચેત રહે અને નદીનાપટમાં અવર જવર ન કરવાજામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરની જનતાને અપીલ કરવામાં આવે છે

 

(11:33 PM IST)