<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

મોરબીની રવિરાજ ચોકડીએ ક્રુરતાપૂર્વક અબોલ જીવને બાંધી હેરાફેરી કરનાર બે ઝડપાયા.

રવિરાજ ચોકડી પાસેથી ૪૫ ઘેટા બકરાને ટૂંકા દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી હેરાફેરી કરનાર શખ્શોને ઝડપી લઈને ગૌરક્ષકોની ટીમે મુદામાલ પોલીસને સોપ્યો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીની રવિરાજ ચોકડીએ ક્રુરતાપૂર્વક અબોલ જીવને બાંધી હેરાફેરી કરનાર બે ઝડપાયા.રવિરાજ ચોકડી પાસેથી ૪૫ ઘેટા બકરાને ટૂંકા દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી હેરાફેરી કરનાર શખ્શોને ઝડપી લઈને ગૌરક્ષકોની ટીમે મુદામાલ પોલીસને સોપ્યો હતો ત્યારે મોરબી તાલુકા પોલીસે બે ઈસમો વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.


મોરબીના રવાપર નદી ગામના રહેવાસી રામજીભાઈ શીવાભાઈ મૈયરા (ઉ.વ.૨૮) આરોપીઓ હાષમશાશહ બાકરશાહ શેખ રહે અંજાર અને વાલજી સવશી વાઘેલા રહે મોરબી શોભેશ્વર રોડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની બોલેરો પીકઅપ જીજે ૧૨ બીએક્સ ૧૯૫૯ વાળીમાં ગેરકાયદે આધાર પુરાવા વગર ઘેટા બકરા જીવ નંગ ૪૫ને ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના લઈને નીકળતા રવિરાજ ચોકડી પાસેથી ઝડપાયા હતા મોરબી તાલુકા પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:03 AM IST)