<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વધુ એક બાઈક ચોરી : મોરબીની નટરાજ ફાટક પાસેથી બાઈક ચોરીની ફરિયાદ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં વાહનચોરી કરનાર ઈસમો બેફામ બની ગયા છે એક બાદ એક બાઈક ચોરીની ઘટના બની રહી છે અન પોલીસ આવા તત્વોને કાબુમાં લેવામાં સરેઆમ નિષ્ફળ જોવા મળી રહી છે અને શહેરની નટરાજ ફાટક પાસેથી વધુ એક બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે.
મૂળ મધ્યપ્રદેશ હાલ મોરબી ઇન્દિરાનગર ગાયત્રીનગર રહેતા ચરણસિંહ ગંભીરસિંહ પાલ (ઉ.વ.૪૫) વાળાએ બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ જુનના રાત્રીના ૧૦ : ૩૦ થી તા. ૧૫ ના સવારના ૮ : ૩૦ દરમિયાન ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એબી ૧૯૪૨ કીમત રૂ ૨૦ હજાર વાળું સામાકાંઠે શક્તિ ચેમ્બર પસે નટરાજ ફાટક આગળ રાખ્યું હતું જે બાઈક અજાણ્યો શખ્શ ચોરી  કરી ગયો છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


 

(12:05 AM IST)