<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદઃ સોરઠમાં ર થી ૬ ઇંચ વરસાદ

જામનગર જીલ્લાના જોડીયામાં ૭ ઇંચ વરસાદ ખાબકયો : આજે સવારે પણ સર્વત્ર મેઘાવી માહોલ યથાવતઃ અનેક વિસ્‍તારોમાં નદી-નાળા છકલાયા : કચ્‍છમાં ગોરંભાયેલા વાતાવરણ વચ્‍ચે ગાંધીધામમાં ૩, મુંદ્રામાં ર અને માંડવીમાં પોણો ઇંચ વરસ્‍યો

 

 

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સાર્વત્રિક વરસાદ વરસ્‍યો છે. જેમાં જામનગરના જોડીયામાં ૭ ઇંચ વરસાદ પડયો છે. જયારે સોરઠમાં ર થી ૬ ઇંચ વરસાદ ખાબકયો છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :.. કચ્‍છમાં ગોરંભાયેલ વાતાવરણ વચ્‍ચે ગાંધીધામમાં  ૩ ઇંચ, મુંદ્રામાં ર ઇંચ અને માંડવીમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ૨ થી ૬ ઇંચ વરસાદ વરસતા નદીઓમાં પુર આવ્‍યા હતા અને  જૂનાગઢના ગિરનાર અને દાતાર પર્વત પર ઝરણા વહેતા થઈ ગયા હતા. સોરઠમાં રવિવારની સવારથી મેઘરાજાએ મંડાણ કર્યા હતા. મોડી રાત્રે પણ મેઘાએ વરસવાનું શરૂ રાખતા આજે સવાર સુધીમાં જિલ્લામાં બે થી છ ઇંચ વરસાદ નોંધાયો હતો.  રવિવારના વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્‍તારોમાં વરસાદના પગલે વાવણીના કામકાજ પૂરજોશમાં શરૂ થયા છે.

કેશોદ તાલુકામાં પાંચ એક વરસાદથી ઉતાવળી નદીમાં પૂર આવ્‍યું હતું. નદીના પૂરમાં રેલવે બ્રિજ નીચેથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્‍યારે પૂરના ઙ્કવાહમાં રીક્ષા ફસાઈ જતા લોકોના જીવ અધર થઈ ગયા હતા. જોકે સ્‍થાનિક લોકોએ એકઠા થઈ હેમખેમ રીક્ષામાં સવાર લોકોને બચાવી લીધા હતા. ચોમાસાની શરૂઆતમાં જ મેઘ મહેર વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.

જુનાગઢ શહેર તેમજ આસપાસના વિસ્‍તારો ઉપરાંત ગિરનાર અને દાતાર પર્વત ક્ષેત્રમાં રવિવારે આખો દિવસ અને મુળી રાત્રી સુધી મેઘાએ પડાવ કર્યો હતો. સવાર સુધીમાં જુનાગઢ શહેરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢમાં ચાર ઇંચ વરસાદથી વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્‍યો હતો. ગિરનાર અને દાતાર પર્વત પર વરસાદથી ઝરણા વહેતા થઈ ગયા હતા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ હતી.

સવારે પૂરા થયેલા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ ૪૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ મેંદરડા તાલુકામાં ૬ ઈંચ વરસાદ થયો હતો. મધુવનતી નદી સહિતની સરિતાઓમાં પુર આવ્‍યા હતા.

સવાર સુધીમાં માણાવદર ખાતે ૧૦૬ મીમી, વંથલી ૧૩૧, જુનાગઢ ૧૦૭, ભેસાણ ૮૧, વિસાવદર ૬૪, કેશોદ ૧૨૬, માંગરોળ ૪૭ અને માળીયાહાટીના તાલુકામાં ૬૨ મીમી વરસાદ થયો હતો.

આજે પણ સવારથી જિલ્લાભરમાં વરસાદી માહોલ હોય જેથી દિવસ દરમિયાન મેઘરાજા જમાવટ કરે તેવું જણાય રહ્યું છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ સૌરાષ્‍ટ્રમાં રવિવારે (૨૨મી જૂન) વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ઘડીક સૂર્યનારાયણ તપી જતાં અસહ્ય બફારો, તો ઘડીક વરસાદ વરસી જવાથી ઠંડક અનુભવાઈ હતી. જેમાં સૌથી વધુ જામનગરના જોડિયામાં સાંબેલાધારે ૭ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. જ્‍યારે કાલાવડ, કેશોદ અને ઘેડ પંથકમાં પાંચ ઈંચ તો પડધરી, મેંદરડા, માણાવદર, કુતિયાણામાં ધોધમાર ચાર ઈંચ મેઘકળપા વરસી હતી.

જામનગર શહેરમાં રવિવારે બપોરે ત્રણ વાગ્‍યાથી ધીમીધારે છાંટા શરૂ થયા હતા, ત્‍યાર બાદ ધીમી ધારે રાત્રે ૮ વાગ્‍યા સુધીમાં બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્‍યારે કાલાવડ પંથકમાં રાત્રે ૮ વાગ્‍યા સુધીમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ પડી ગયો હતો. નદી નાળાઓમાં પૂર આવ્‍યા હતા. જોડીયામાં સૌથી વધારે બપોરે ૪ વાગ્‍યાથી રાત્રે ૮ વાગ્‍યા સુધીમાં મુશળધાર ૭ ઇંચ વરસાદ તૂટી પડયો હતો. આ ઉપરાંત જામજોધપુરમાં ૨.૫ ઈંચ, લાલપુરમાં ૨ ઈંચ, ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

પોરબંદર જિલ્લામાં અંતે ચોમાસુ સક્રિય થયું હોય તેમ રવિવારે દિવસભર વરસાદ વરસ્‍યો હતો. પોરબંદર શહેર અને તેની આસપાસના વિસ્‍તારમાં પણ મોડી સાંજ સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્‍યો હતો. જો કે, સૌથી વધુ માધવપુર ઘેડ અને તેની આજુબાજુના ઘેડ પંથકના વિસ્‍તારમાં ૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરથી માધવપુર સુધીની દરિયાઈ પટ્ટી પર ૪થી ૫ ઈંચ વરસાદ વરસતા અનેક ગામડાઓના ખેતર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. કુતિયાણા તથા તેની આજુબાજુના વિસ્‍તારમાં ૪ ઈંચ જેટલો વરસાદ તૂટી પડયો હતો. રાણાવાવ અને આદિત્‍યાણા સહિત બરડા ડુંગરમાં પણ ૨ ઈંચથી વધુ વરસાદ પડ્‍યો હતો.

જૂનાગઢ જિલ્લામાં ૧થી ૫ ઈંચ સુધી વરસાદ પડ્‍યો હતો. સૌથી વધુ કેશોદમાં ૫ ઈંચ પડેલા વરસાદના કારણે ઉતાવળી નદીમાં પૂર આવ્‍યું હતું. એ જ રીતે મેંદરડામાં પણ ૪ ઈચ ધોધમાર મેઘકળપા વરસી હતી. જૂનાગઢ શહેરમાં ૨ ઈંચ, માણાવદરમાં ૨ ઈંચ, વંથલીમાં અઢી ઈંચ, વિસાવદરમાં ૨ ઈંચ, માંગરોળમાં ૨ ઈંચ, માળિયામાં ૨.૫ ઈંચ, ભેંસાણમાં ૧ ઈંચ વરસાદ વરસ્‍યો હતો. ગિરનાર પર સિઝનનો પ્રથમવાર ૩ ઈંચ વરસાદ પડતા પર્વત પરથી ધીમી ધારે ઝરણાઓ વહેતા થયા હતા.

સૌરાષ્‍ટ્રમાં અન્‍યત્ર જોઈએ તો, રાજકોટ જિલ્લામાં સૌથી વધુ પડધરીમાં ધોધમાર ૪ ઈંચ અને જેતપુરમાં ૩ ઈંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયો હતો. આ સાથે ધોરાજીમાં ૨.૫ ઈંચ, ઉપલેટામાં ૨ ઈંચ તથા રાજકોટ, ગોંડલ અને જામકંડોરણમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. મોરબી જિલ્લામાં છૂટા-છવાયા ઝાપટાં વચ્‍ચે વાંકાનેરમાં ૧ ઈંચ વરસાદ પડ્‍યો હતો. એ જ રીતે દેવભૂમી દ્વારકા જિલ્લામાં ભાણવડમાં ૧ ઈંચ અને ખંભાળિયામાં અડધો ઈંચ તેમજ ગીર સોમનાથ જિલ્લામાં આજે તાલાલા, વેરાવળ અને ગીરગઢડામાં અડધો ઈંચ વરસાદ વરસ્‍યો હતો. અમરેલી જિલ્લામાં આજે વડિયામાં ૧.૫ ઈંચ તો અમરેલી, બગસરા અને બાબરામાં ૧ ઈંચ, જ્‍યારે ધારી, લીલીયા, લાઠી અને સાવરકુંડલામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.

કયાં કેટલો વરસાદ

શહેર         વરસાદ(ઈંચ)

જોડિયા      ૭.૦૦

કાલાવડ     ૫.૦૦

ઘેડ પંથક    ૫.૦૦

કેશોદ                 ૫.૦૦

પડધરી               ૪.૦૦

કુતિયાણા    ૪.૦૦

માણાવદર   ૪.૦૦

મેંદરડા               ૪.૦૦

જેતપુર               ૩.૦૦

ધોરાજી               ૨.૫૦

જામજોધપુર ૨.૫૦

વંથલી                ૨.૫૦

મા.હાટીના   ૨.૫૦

રાણાવાવ    ૨.૫૦

ઉપલેટા      ૨.૦૦

લાલપુર      ૨.૦૦

જામનગર    ૨.૦૦

જૂનાગઢ     ૨.૦૦

વિસાવદર   ૨.૦૦

માંગરોળ     ૨.૦૦

વડિયા                ૧.૫૦

પોરબંદર     ૧.૫૦

વાંકાનેર     ૧.૦૦

ભાણવડ      ૧.૦૦

ભેંસાણ       ૧.૦૦

બગસરા      ૧.૦૦

બાબરા               ૧.૦૦

અમરેલી     ૧.૦૦

જુનાગઢ

માણાવદર   ૧૦૬ મી.મી.

વંથલી                ૧૩૧ મી.મી.

જુનાગઢ     ૧૦૭ મી.મી.

ભેંસાણ       ૮૧ મી.મી.

વિસાવદર   ૬૪ મી.મી.

કેશોદ                 ૧ર૬ મી.મી.

માંગરોળ     ૪૭ મી.મી.

માળીયાહાટીના       ૬ર મી.મી.

અમરેલી

કુંકાવાવ-વડીયા      ૪૩ મી.મી.

બાબરા               ર૧ મી.મી.

લાઠી         ૧૩ મી.મી.

લીલીયા      ર૭ મી.મી.

અમરેલી     રપ મી.મી.

બગસરા      ૭૩ મી.મી.

ધારી         ર૪ મી.મી.

સાવરકુંડલા  ૧૭ મી.મી.

ખાંભા                 ૭ મી.મી.

રાજુલા               પ મી.મી.

દેવભૂમિ દ્વારકા

દ્વારકા                 ૪ મી.મી.

ખંભાળીયા    ૧૬ મી.મી.

કલ્‍યાણપુર   ૭ મી.મી.

ભાણવડ      ૧૯ મી.મી.

ગીર સોમનાથ

ગીર ગઢડા   ૧ર મી.મી.

તાલાલા      ર૪ મી.મી.

પાટણ-વેરાવળ       ર૪ મી.મી.

સુત્રાપાડા    ૯ મી.મી.

કોડીનાર     પ મી.મી.

ઉના         ૮ મી.મી.

(10:51 AM IST)