<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

વિંછીયા તાલુકાની ૧૪ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૭૭.૭૮ ટકા મતદાન નોંધાયું

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૩: વિછીયા તાલુકાના અજમેર, અમરાપુર, આસલપુર, છાસિયા, દેવધરી, ઢેઢુકી, ગુંદાળા જસ, કંધેવાળીયા, મોઢુકા, મોટા હડમતીયા, વાંગધ્રા, પીપરડી, થોરીયાળી તથા પાટીયાળી એમ કુલ ૧૪ ગામોમાં સરપંચ તથા  વોર્ડની સામાન્‍ય ચૂંટણીઓ યોજાણી હતી જ્‍યારે વનાળા ગામે સરપંચની પેટા ચૂંટણી યોજાઈ હતી. ૧૭૫૬૭ પુરુષ, ૧૬૧૫૩સ્ત્રી મળીને કુલ ૩૩૭૨૦ મતદારોમાંથી ૧૩૯૪૨ પુરુષ, ૧૨૨૮૪ સ્ત્રી મળીને કુલ ૨૬૨૨૬ મતદારોએ મતદાન કરતા ૭૭.૭૮ ટકા મતદાન નોંધાયું હતું.

(11:14 AM IST)