<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ટંકારાના નેકનામ ગામે સાડા ત્રણ ઇંચ, મિતાણા અઢી ઈંચ વરસાદ પડ્‍યો

વાવણી ઉપર બળુકો વરસાદ થતા ધરતીપુત્રો ખુશખુશાલ

 

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા.૨૩: ટંકારા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રવિવારે બપોર બાદ ભારે વરસાદ પડ્‍યો હતો. મિતાણાથી લઈ પડધરી સુધી તમામ ગામોમાં સારો વરસાદ રહ્યો છે. જેમાં નેકનામ ગામે સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્‍યો છે. જ્‍યારે મિતાણા અઢી ઈચ વરસાદ પડ્‍યો છે  ઉલ્લેખનીય છે કે સરકારી ચોપડે માત્ર તાલુકા મથકનો જ વરસાદ નોંધાતો હોય છે. પરંતુ નેકનામ ગામના કાનજીભાઈ માકાસણાએ જણાવ્‍યું કે વરસાદ એ કુદરતના આશીર્વાદ છે. તેના ઉપર જ લોકો નિર્ભર છે. માટે તેઓએ શોખથી વરસાદ માપવાનું યંત્ર વસાવ્‍યું છે. જેમાં આજે નેકનામ ગામે ૮૭ મિમી એટલે કે સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. બિજી તરફ મિતાણા ડેમી ૧ ઉપર વરસાદ માપક યંત્રમાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. એકી ધારે પડેલા ભારે વરસાદથી તળાવમાં નવા નિર આવ્‍યા છે તો હરીપર, ભુતકોટડા, હરબટીયાળી, છતર, હમિરપર, રોહીશાળા, નેકનામ, વિરવાવ ગામે વાવણી ઉપર બળુકો વરસાદ થતા ધરતીપુત્રો ખુશ ખુશખુશાલ છે. નેકનામ ગામે સ્‍મશાનની દિવાલ પડી હતી જોકે મોટી જાનહાની થઇ નથી

(11:58 AM IST)