<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

નવો જાજરમાન વરસાદી રાઉન્‍ડ સપ્‍તાહ બાદ

સોૈરાષ્‍ટ્રમાં હાલનો વરસાદી રાઉન્‍ડ ક્રમશઃ ઘટી જશે આ માસના અંતભાગે બંગાળની ખાડીની સિસ્‍ટમ સોૈરાષ્‍ટ્રને તરબોળ કરી દેશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૩: સોૈરાષ્‍ટ્રમાં ગઇકાલથી ઝાપટા સ્‍વરૂપે શરૂ થયેલ વરસાદી રાઉન્‍ડનું આયુષ્‍ય સોૈરાષ્‍ટ્ર માટે ટુંકુ સાબિત થશે. જો કે હવામાન વિભાગની આગાહી મુ જબ કચ્‍છ- સોૈરાષ્‍ટ્રને બાદ કરતા ગુજરાત રીઝન અર્થાત ઉતર-પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં કયાંક કયાંક મધ્‍યમ-ભારે વરસાદની સંભાવના રહે છે. બંગાળની ખાડીમાં આકાર લેનારી સિસ્‍ટમ આ માસના અંત ભાગે અર્થાત ૨૮-૨૯ જુન આસપાસ ગુજરાત સુધી પહોંચશે જે સોૈરાષ્‍ટ્રને તરબોળ કરી દેશે. આ સોૈરાષ્‍ટ્ર માટે જાજરમાન વરસાદી રાઉન્‍ડ સાબિત થઇ શકે છે.

(12:30 PM IST)