તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
સાવરકુંડલાઃ ગોસ્વામી સમાજના બહેનો માટે મેગા રસોઇ શો યોજાયો
જગતગુરૂ, અખાડા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, મહામંડલેશ્વરો, કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વરો સહિતના સંતો મહંતો, કથાકારોએ આશીવર્ચન પાઠવ્યા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૩: ભાવનગર લોડસ હોટલ ખાતે શ્રીમહા ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ મહિલા પાંખ આયોજીત સમગ્ર ગુજરાતમાં વસ્તા દશનામ ગોસ્વામી સમાજની મહિલાઓ માટે મેગા રસોઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર ગુજરાત માંથી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી અવનવી વાનગીઓ બનાવી મેગા રસોઈ શો માં ભાગ લીધો હતો આતકે પૂજ્ય મહેન્દ્રાનંદગીરીજી મહારાજ જગતગુરૂ ગર્ગાચાર્ય પીઠ અનંત વિભુષીત મહામંડલેશ્વર મુચકુંદ ગુફા જુનાગઢ રસોઈ શોમાં ઉપસ્થિત રહી નારીઓને સન્માનિત કર્યા હતા તથા શ્રીમહંત ઈન્દ્રભારથીજી મહારાજ પંચ દશનામ જુના અખાડા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઘાટવડ જૂનાગઢ, અનંતવિભુષીત આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી કિન્નર અખાડા, અનંત વિભુષીત પૂજ્ય મહામંડલેશ્વર જયઅંબાનંદગીરી માં હિંગળાજ આશ્રમ રાજસ્થળી ગીર, સુપ્રસીધ્ધ શીવકથાકાર જસુભારથી બાપુ ચોગઠ સહિતના સંતો મહંતો આશિવર્ચન પાઠવ્યા હતા તેમજ મમતાબેન મહેન્દ્રગીરી ગોસ્વામી શ્રીમહા ગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ મહિલા પાંખ અધ્યક્ષ, હીનાબેન પ્રકાશગીરી, ગોપીબેન અમીતગીરી ગોસ્વામી, કોમલબેન અર્જુનગીરી સાવરકુંડલા, ફોરેસ્ટ ઓફિસર પ્રજ્ઞાબેન ગોસ્વામી સહિતના સમગ્ર ગુજરાત માંથી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા આતકે કળષ્ણગીરી ગોસ્વામી કાનાભાઈ લીંબડી, ડોક્ટર કલ્પેશ ગીરી શિહોર, અમીતગીરી સાવરકુંડલા, જનકગીરી ધારી, હરેશપરી સાંઢીડા મહાદેવ, ચેતનપુરી બાપુ રાજપરા ખોડીયાર, પ્રકાશગીરી પ્રમુખ દશનામ ગોસ્વામી પ્રગતિ સાવરકુંડલા, વિશાલભારથી ભાવનગર, હરેશગીરી ગોસાઈ, ધર્મેન્દ્રગીરી અમરેલી સહિત દશનામ ગોસ્વામી સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો તેમજ મહા મંડળ ના હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મેગા રસોઈ શો માં ભાગ લેનાર અને ઉપસ્થિત રહેલ તમામ મહિલાંઓને બેસાડી અને મુસાફરી ખર્ચની રોકડ રકમ અર્પણ કરવામાં આવી હતી
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
