News of Monday, 23rd June 2025
‘‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત'' મોબાઇલ ફોન રર ચોરાયેલ કેબલો તથા વાહન મળી કુલ ૭,૯૦,ર૬૩નો મુદામાલ પરત અપાવતી જુનાગઢ એ. ડીવી. પોલીસ

જુનાગઢ તા. ર૩: એ.ડીવી પો.સ્ટે નાં અલગ-અલગ વિસ્તારોમાં ગુમ થયેલ મોબાઇલ ફોનની અરજીઓ મળેલ હોય જે અરજીઓમાં જણાવેલ મોબાઇલ ફોન નં-૨૨ જેની કુલ કીમત ૫,૫૯,૨૬૩/- ના જે મોબાઇલ ફોનને ટેકનીલક સોર્સથી તેમજ ઘ્ચ્ત્ય્ પોર્ટલની મદદથી શોધી મુળ માલીકને પરત આપેલ છે.તેમજ હજુ પણ બીજા મોબાઇલો ડીટેકટ કરવાની કામગીરી ચાલુ હોય અને રીકવરી થયે તેમના મુળ માલીકોને પરત કરવામાં આવશે અને બાકીના મોબાઇલો ટેકનીલક સોર્સની મદદથી ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.
તેમજ જુનાગઢ એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૩૦૨૩૨૫૦૫૪૮/૨૦૨૫ BNS ૨૦૨૩ ની કલમ-૩૦૫ (એ) ૩૩૧(૪),૫૪ ના કામે ફરીની દુકાનમાં થયેલ ઘરફોડ ચોરી માં વિવિધ પ્રકારના વાયરો (કેબલો) જેની કિ.રૂ-૯૬૭૦૦/-ની ચોરી થયેલ જે મુદામાલ આરોપીઓ પાસેથી રીકવર કરી કોર્ટ કાર્યવાહી ત્વરીત કરી ફરીયાદી ને પરત અપાવેલ છે.
તેમજ અરજદાર પાસેથી દસ પંદર મીનીટનું કહી એકસેસ મો.સા. લઈ ગયેલ જે સમયાંતરે પરત નહી આવતા અરજદારે પોલીસનો સંપર્ક કરતા પોલીસે અરજદારનું એકસેસ મો.સા. કિ.રૂ ૧૩૫૦૦૦/-નું સામાવાળા પસેથી મેળવી અરજદારને પરત અપાવેલ છે.
આમ ‘‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત'' કુલ મોબાઇલ ફોન નંગ-૨૨ કીમત રૂપીયા ૫,૫૯,૨૬૩/- તથા ઘરફોડ ચોરીના ગુન્હાના કામે ગયેલ કેબલો કિ.રૂ-૯૬૦૦૦/- તથા એક્સેસ મો.સા. કિ.રૂ-૧૩૫૦૦૦/- મળી કુલ ૭,૯૦,૨૬૩/- (સાત લાખ નેવું હજાર બસો ત્રેસઠ ) નો મુદામાલ અરજદારશ્રીઓ તથા ફરીયાદીશ્રીઓને નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા એ ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર આર.કે.પરમાર તથા પો.સબ.ઇન્સ વાય.એન.સોલંકી તથા એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા પો.હેડ.કોન્સ ટી.બી.સિંધવ નાઓના હસ્તે આપવામાં આવેલ છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
