<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

પોરબંદરમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ

અર્જૂનભાઇ મોઢવાડીયા, બાબુભાઇ બોખીરીયા તથા અન્‍ય આગેવાનો ટેકાના ભાવે ખરીદી વખતે ઉપસ્‍થિત રહ્યા

પોરબંદર તા.૨૩: માર્કેટીંગ યાર્ડ ખાતે ધારાસભ્‍ય અર્જૂનભાઇ મોઢવાડિયા, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા તથા અન્‍ય આગેવાનોની હાજરીમાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી મગના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે.

માર્કેટિંગ યાર્ડ ખાતે માન. ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સ્‍થાનિક આગેવાનોની હાજરીમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્‍યો હતો.

ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા ઉનાળુ મગ પાક માટે રૂપિયા ૮,૬૮૨ પ્રતિ ક્‍વિન્‍ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે. વર્તમાન સમયમાં બજારમાં મગનો ભાવ રૂપિયા ૬,૭૭૨ પ્રતિ ક્‍વિન્‍ટલ જેટલો ચાલી રહેલ છે. આવી સ્‍થિતીમાં મગના ઓછા ભાવથી રાજ્‍યના કોઈપણ ખેડૂતને આર્થિક નુકશાન ન થાય તે માટે રાજ્‍ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો છે. જે અંતર્ગત તા. ૧૫ મેથી આગામી તા. ૨૫ મે ૨૦૨૫ સુધીમાં રાજ્‍યના ખેડૂતોની ગ્રામ્‍ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્‍દ્રો ખાતેથી VCE મારફતે નાફેડના ઈ-સમળધ્‍ધિ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી હતી. અને ટેકાના ભાવે મગની ખરીદી શરૂ કરવામાં આવી છે, પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે  માન ધારાસભ્‍ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર પૂર્વ મંત્રી બાબુભાઇ બોખીરીયા તથા સ્‍થાનિક આગેવાનોની હાજરીમાં મગની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્‍યો છે.

(1:39 PM IST)