<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

ભાદર-૨ ડેમનો ૧ દરવાજો ૦.૩ મીટર ખોલાતા હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના

ધોરાજી તાલુકાના સેંકડો ગામોના લોકોને સતર્ક કરાયા : નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના

રાજકોટ : રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસેનો ભાદર-૨ ઓવરફ્લો થતાં ડેમના ૧ દરવાજાને ૦.૩ મીટર ખોલવામાં આવ્યો છે, આથી ડેમના હેઠવાસમાં આવતા ધોરાજી તાલુકાના ભોલા, ભોલ ગામડા, છાડવાવદર, સુપેડી તેમજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢ, ગંદોદ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નીલાખા, તેલંગણા, ઉપલેટા, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બીલડી, ચૌટા, છત્રાવા, કતવાણા, કુતિયાણા, માંડવા, પસવારી, રોઘડા, સેગરસ, થાપડા, માણાવદર તાલુકાના ચિલોદરા, રોઘડા, વાડાસાડા,વેકરી, પોરબંદર તાલુકાના ચિકાસા, ગરેજ, મિત્રાળા અને નવી બંદર ગામના લોકોને સાવચેત રહેવા રાજકોટ જિલ્લા ફલડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.

(7:55 PM IST)