તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ભાવનગરના મહુવાના નેપ ગામે પ્રેમ સંબંધમાં યુવતીના પિતા-પુત્રએ યુવાનને પતાવી દીધો : પિતાની ઘરપકડ
યુવતીના ઘરની બારી પર ચડી યુવાન મળવા ગયો ત્યારે પિતા-પુત્રએ મળીને લોખંડના સળિયાના ઘા ઝીકી મારી નાખી મૃતદેહને પિતા-પુત્રએ ખારાના પાણીમાં ફેંકી દીધો હતો.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નેપ ગામે પ્રેમ સંબંધના મામલે યુવતીના પરિવારજનોએ યુવાનની હત્યા કરાયા ઘટના બની હતી. પ્રેમ સંબંધમાં યુવાનની હત્યાં કરાતા ચકચારી બનાવમાં પોલીસે હત્યાને અંજામ આપનારા યુવતીના પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના નૈપ ગામે પ્રેમ પ્રકરણના, મામલે ભાવેશભાઈ ચૌહાણ નામના 25 વર્ષીય યુવાનની ગામમાં જ રહેતાં ગોરધન મકવાણા અને ગોમાન મકવાણાએ હત્યા કરી હતી. બનાવ અંગે મૃતકના ભાઈ જયેશભાઈ ચૌહાણે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં પિતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
સમગ્ર બનાવ ગત શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિના આશરે 1 કલાકના અરસામાં બન્યો હતો. જેમાં ભાવેશ યુવતીના ઘરની બારી પરથી ચડી ઘરના ઉપરના ભાગે મળવા ગયો હતો અને તે દરમિયાન યુવતીના ભાઈ ગોમાનને ખબર પડી જતાં બન્નેને પકડી લીધા લીધાં હતા. અને પિતા-પુત્રએ મળીને લોખંડના સળિયાના ચારથી પાંચ ઘા માથાના ભાગે અને 6 થી 7 ઘા શરીરના અન્ય ભાગે મારી ભાવેશને ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાખી હતી. અને બાદમાં તેના મૃતદેહને પિતા-પુત્રએ ખારાના પાણીમાં ફેંકી દીધો હતો.
મૃતક ભાવેશનો મૃતદેહ પાણીમાંથી મળી આવતા પરિવારજનો મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસને જાણ કરી ભાવેશની હત્યાં કરી હોવાના આક્ષેપ કરાયા હતા. જે બનાવને લઇ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડતા મૃતકની હત્યાં કરાઈ હોવાનું સામે આવતા પોલીસે હત્યાં અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જે ઘટના અંગે મહુવા ગ્રામ્ય પોલીસે હત્યામાં સંડોવાયલા યુવતીના પિતાને ઝડપી લોધો હતો. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
