તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
અષાઢી બીજ કચ્છી નવા વર્ષની પૂર્વ સંધ્યાએ કચ્છી સપૂત ડો. હિતેશભાઈ જાનીનું ભુજમાં જાહેર અભિવાદન
કચ્છની અનેક જાણીતી સંસ્થાઓનો અભિવાદન કાર્યક્રમ માટે ઉત્સાહ, દેશના જાણીતા ગૌ વિજ્ઞાની, દેશી ગૌવંશ યુનિવર્સિટીના કુલપતિ ડો. હિતેશ જાની ગૌ સેવા સંસ્થાઓ સાથે કરશે સંવાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : દેશની સૌ પ્રથમ દેશી ગૌવંશ યુનિવર્સીટીના સ્થાપક કુલપતી મૂળ કચ્છના ડો. શ્રી હિતેષભાઇ જાનીના જાહેર અભિવાદન સહ પરિસંવાદનું આયોજન શ્રી અજરામર ટ્રસ્ટના ઉપક્રમે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કચ્છ વિભાગના સંઘચાલક હિંમતસિંહજી વસણના અધ્યક્ષ સ્થાને કરાયું છે.
તા.૨૫/૬/ બુધવારના બપોરે ૪.૩૦ કલાકે ભૂપતસિંહજી હોલ વિજયરાજજી લાયબ્રેરી ઉપર હમીરસર તળાવ પાસે આયોજિત આ કાર્યક્રમને ગુજરાત ગૌ સેવા સંઘના અધ્યક્ષ અને સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકશે, મુખ્ય મહેમાન તરીકે કચ્છ યુનીવર્સીટીના ઉપકુલપતિ શ્રી મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આ સંસ્થાના ગૌવંશ સેવાધામ પ્રકલ્પના વરિષ્ઠ માર્ગદર્શક મંડળના સભ્યો શ્રી મનોજભાઈ સોલંકી અને શ્રી જાદવજીભાઈ ગોરસિયાની આ યુનિવર્સીટીના સલાહકાર બોર્ડમાં નિયુક્તિ થઈ છે તેમને પણ સન્માનીત કરવામાં આવશે.
જામનગર આર્યુવેદ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ, હાલે દેશી ગૌવંશ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. હિતેશ જાની સમગ્ર દેશના પ્રથમ હરોળના ગૌવિજ્ઞાની છે. ગૌવિજ્ઞાન સાથે સંકળાયેલ તેમના અનુભવો, સંશોધનો, ઉપયોગિતા,સંરક્ષણ અને ભાવિ આયોજન અંગેના વિચારોનું આદાન પ્રદાન થાય તે માટે પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.
કચ્છી નુતન વર્ષની પૂર્વ સંધ્યાએ પોતીકા કચ્છી માડુની સેવાઓને સન્માનિત કરવા શ્રી અજરામર ટ્રસ્ટ ઉપરાંત અનેક સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ આ સન્માન કાર્યક્રમમાં જોડાયા છે.
ડો હિતેશભાઈ જાનીનું અભિવાદન કરવા અને પરિસંવાદમાં ભાગ લેવા ઈચ્છુક સંસ્થાઓના પ્રતિનિધિઓએ સંસ્થાના નામ સહિતની વિગત મોબાઈલ નંબર સાથે 9825777464 પર મોકલવા શ્રી અજરામર ટ્રસ્ટના મયુર બોરીચાની એક યાદીમાં જણાવાયું છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
