<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

પહાડોમાંથી ટપકેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં ધોધ શરૂ થતાં ઓસમ ડૂંગર સોળે કળાએ ખીલ્‍યો....

ધોરાજી, તા.૨૪: પાટણવાવના ઓસમ ડૂંગરને પવિત્ર યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ કર્યા બાદ ચોમાસાનો પ્રારંભ થતાં પ્રથમ ધોધમાર વરસાદ પડતાં પ્રાકળતિક સૌંદર્યમાં પહાડો ઉપરથી વરસાદી ધોધ શરૂ થતાં ઓસમ ડૂંગર સોળે કળાએ ખીલ્‍યો હતો.

ઓસમ ડૂંગર ખાતે આવેલ મા માતરી માતાજીનું મંદિર તેમજ ટપકેશ્વર મહાદેવ મંદિર ખૂબજ પ્રસિદ્ધ છે ત્‍યારે ટપકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં પહાડો ઉપરથી વરસાદનો પ્રવાહનો પાણીનો ધોધમાર વરસાદ પડતાં ડૂંગર પર પાણી પાણી થઇ ગયું હતું.

આ સમયે ટપકેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શાષાી વિનુભાઈ તેમજ સતિષભાઈ તેજાણી એ જણાવેલ કે રવિવારે ભારે વરસાદને કારણે અંદાજે બે થી ત્રણ ઇંચ વરસાદમાં ટપકેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્‍યમાં જે ધોધ વધતો હતો એ ધોધ જોવા માટે લોકો મોટી સંખ્‍યામાં ઉમટી પડ્‍યા હતા.

ઓસમ ડૂંગર ખાતે ટપકેશ્વર મહાદેવ મંદિર પાસે કુદરતી ધોધ શરૂ થતાં ડૂંગર સોળે કળાએ ખીલ્‍યો છે ઓસમ ડૂંગર ઉપરનાં તળાવો ઓવરફ્‌લો થયાં છે ચોમાસું સિઝનમાં ધોધમાર વરસાદ પડતાં ઓસમ ડૂંગર સોળે કળાએ ખીલી ઉઠ્‍યો છે. ઓસમ પર્વતને નિહાળવા અને પ્રાકળતિક સૌંદર્ય માણવા માટે લોકો પ્રવાસન ધામમાં આવી રહ્યા છે.(તસવીર-અહેવાલઃ કિશોર રાઠોડ)(૨૩.૪)

(10:09 AM IST)