<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ઈટાલીયાની જીત થતાં મોરબીમાં આમ આદમી પાર્ટીની ઉજવણી

મોરબીઃ વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે. જેને પગલે મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે બપોરે સુપર માર્કેટ સામે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આગેવાનો અને કાર્યકરોએ ઢોલ વગાડી, ફટાકડા ફોડી ગરબે રમી ખુશી વ્‍યક્‍ત જરી હતી. વધુમાં આમ આદમી પાર્ટીએ આગામી દિવસોમાં મોરબીની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાપાલિકાની ચૂંટણીમાં એડીચોટીના જોર સાથે લડવાનું એલાન કર્યું હતું. ઉપરાંત ચૂંટણી લડવા ઇચ્‍છતા પ્રામાણિક લોકોને આમ આદમી પાર્ટીનો સંપર્ક કરવાની પણ હાંકલ કરી હતી. 

(10:12 AM IST)