<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

SMCની રેડમાં ઝડપાયેલ ૧.૨૮ કરોડના દારૂ પ્રકરણ બાદ માનકુવા પીઆઈ અને પીએસઆઈની બદલી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૨૪: SMC દ્વારા સરહદી કચ્‍છ જિલ્લામાં ૧.૨૮ કરોડના દારૂ ઝડપાયાના સમાચારે પોલીસ બેડા સહિત લોકોમાં ચકચાર સર્જ્‍યા બાદ આ કેસમાં એ પોલીસ સ્‍ટેશનના પીઆઈ અને પીએસઆઈ સામે પગલાં ભરાયા છે. રાજ્‍યના પોલીસ વડા DGPના સ્‍ટેટ મોનીટરીંગ સેલ (State Monitoring Cell - SMC) દ્વારા રવિવારે સવારે ભુજ તાલુકાના માનકુવા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાંથી ૧.૨૮ કરોડનો દારૂનો જંગી જથ્‍થો ઝડપી લીધા બાદ પヘમિ કચ્‍છ પોલીસ દ્વારા માનકુવા પોલીસ સ્‍ટેશનના ઇન્‍સ્‍પેક્‍ટર અને એક સબ ઈન્‍સ્‍પેક્‍ટર પાસેથી તેમનો ચાર્જ છીનવી લઈ લીવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્‍યા છે. ૮૦૦ પેટી અને ૧૯૦૦૦ બોટલ દારૂના કટિંગ વખતે ૧૬ જણ ઝડપાયા હતા. પヘમિ કચ્‍છ પોલીસ બેડામાં અત્‍યાર સુધીની સૌથી મોટી રેડ બાદ માનકુવા પોલીસ મથકના ઇન્‍સ્‍પેક્‍ટર એસ.એમ.રાણા તેમજ પીએસઆઈ એચ.એચ. બ્રહ્મભટ લિવ રિઝર્વમાં મૂકી દેવામાં આવ્‍યા છે. હાલે માનકુવા પોલીસ સ્‍ટેશનનો ચાર્જ ભુજ એ ડિવિઝનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એ.એમ.પટેલને આપવામાં આવ્‍યો છે.

 

(1:16 PM IST)