<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

રોટરી ક્‍લબ ઓફ ગોંડલનો ૨૦૨૫-૨૬ના વર્ષ માટે પદગ્રહણ સન્‍માન સમારોહ યોજાયો

 

ગોંડલ, રોટરી ક્‍લબ ઓફ ગોંડલના વર્ષ ૨૦૨૫-૨૬ માટે પ્રમુખ - સેકેટરી તેમજ બોર્ડ ઑફ ડિરેક્‍ટર્સના પદગ્રહણ સમારોહનું આયોજન સાસણ મુકામે યોજવામાં આવ્‍યો હતો. જેમાં રોટરી ડીસ્‍ટ્રી. ૩૦૬૦ના આસિસ્‍ટન્‍ટ ગવર્નર પ્રતીકભાઇ તરફથી ક્‍લબના પ્રમુખ તરીકે અંકુર રૈયાણીની નિમણુંક કરવામાં આવી હતી, જયારે સેક્રેટરી નૈમિષ પટેલની વરણી કરાઈ હતી સાથે સાથે બોર્ડ ઑફ ડિરેક્‍ટર્સને શપથ ગ્રહણ કરાવવામાં આવ્‍યાં હતા. સેવાની પ્રવળત્તિથી સુસજ્જ રોટરી ક્‍લબ ઓફ ગોંડલના ગત વર્ષના પ્રમુખ કિર્તીભાઇ પોકાર દ્વારા ગત વર્ષમાં કરાયેલ ક્‍લબમાં વિવિધ ઉત્તમ કામગીરી કરવા માટે વિવિધ એવોર્ડ પણ એનાયત કરાયો હતો. જેમાં જેમાં યોગેન્‍દ્ર જોશીને સૌથી વધુ પ્રોજેક્‍ટ કરવા માટે તેમજ મિતુલ ખીમાણી અને જ્‍યોતિન જસાણીને સતત ૧૧ વર્ષથી વધુ સુદામાની ઝોળીના પ્રોજેક્‍ટ માટે એવોર્ડ આપવામાં આવેલ હતો. નવા વરાયેલા પ્રમુખશ્રી અંકુર રૈયાણી એ તેમની આશાઓ અને આકાંક્ષાઓ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે આવનારા વર્ષમાં રોટરી ક્‍લબની સેવાકિય પ્રવળતિને નવી ઉંચાઇ પર લઇ જવાશે અને અત્‍યાર સુધી ચાલતા વીવીધ સેવાકીય પ્રવળત્તિને વધુ વેગ આપી જરૂરિયાતમંદ લોકો સુધી પોહચીશું સાથે સાથે ઉપસ્‍થિત તમામ સભ્‍યોને ગત વર્ષની માફક આવનારા વર્ષમાં પણ તન મન અને ધનથી સહયોગ આપવા ખાતરી આપી હતી. આ તકે રોટરીના સિનિયર મેમ્‍બર આસી. ગવર્નર રમેશભાઈ કારીયા દ્વારા રોટરી ક્‍લબ વિશે વિશેષ માહિતી આપી હતી. સેક્રેટરી નૈમિષ પટેલ એ આભાર વિધિ કરી હતી, તેમજ સંચાલન યોગેન્‍દ્ર જોશી દ્વારા કરવામાં આવેલ હતું.

(11:26 AM IST)